Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Swarnim Gujarat
 

સ્વર્ણિમ ગુજરાત સમાપનઃ 'વંદે ગુજરાત' થી 'આગે કદમ ગુજરાત'

 
Source: Divyabhaskar.com   |   Last Updated 3:10 PM [IST](29/04/2011)
 
 
 
 
 
- ગુજરાતની સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજ્વણીનું શાનદાર સમાપન જનભાગીદારીથી ઝળહળશે
- ર૮ એપ્રિલથી તા. ૧લી મે -ગુજરાત ગૌરવ દિવસ સુધી સળંગ ચાર દિવસ વિવિધ કાર્યક્રમો
- ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે તા. ર૯ એપ્રિલે મેગા એક્ઝીબીશન
- ૧લી મેના રોજ મહાગુજરાત ચળવળના શહીદોને પુષ્પાંજલિ

રાજય સરકારે ગુજરાતની પ૦ વર્ષની યશસ્વી વિકાસગાથાના સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજ્વણીનું શાનદાર સમાપન થાય તે માટે ભવ્ય આયોજન કર્યું છે. જેના કારણે ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજ્વણીના વર્ષનું સમાપન ફરી એક વખત જનશક્તિના સાક્ષાત્કાર સાથે ગુજરાતના શક્તિ અને સામર્થ્યની દેશને અનુભૂતિ કરાવશે.

આ સમાપન સમારોહની ઉજ્વણી અંતર્ગત તા. ર૮ એપ્રિલ-ર૦૧૧થી તા. ૧લી મે, ર૦૧૧ ગુજરાત ગૌરવ દિવસ સુધી સળંગ ચાર દિવસ સુધી ગાંધીનગર અને અમદાવાદ ખાતે અનેકવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જયંતી ઉજ્વણી અંતર્ગત તા. ૧લી મે, ર૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વંદે ગુજરાતથી શરૂ થયેલી આ ભવ્ય ઉજ્વણીનું સમાપન પણ બરાબર એક વર્ષ બાદ એટલે કે તા. ૧લી મે, ર૦૧૧ના રોજ સાંજે છ વાગ્યાથી ‘‘આગે કદમ ગુજરાત’’ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમથી થશે. આમ ‘‘વંદે ગુજરાત’’થી આરંભાયેલ સ્વર્ણિમ જયંતી ઉજ્વણીનું ‘‘આગે કદમ ગુજરાત’’થી સમાપન થશે.

સળંગ ચાર દિવસ ચાલનારા ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજ્વણીના આ સમાપન કાર્યક્રમ અંતર્ગત તા. ર૮ એપ્રિલના રોજ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા મથકે સન્માનનીય નેતાઓની પ્રતિમાઓની સફાઇ અને સુશોભન કરાશે તેમજ સરકારી ઈમારતો, પુરાતત્વીય ઈમારતો, સ્થળો, ગૌરવપથ, વિકાસ પથ વગેરે રોશનથી ઝળહળી ઉઠશે.
જ્યારે તા. ર૯ એપ્રિલના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ ર્ડા. કમલાજીના હસ્તે ગુજરાત રાજ્યના છેલ્લા દશકામાં થયેલા વિકાસને પ્રદર્શિત કરતા મેગા એક્ઝીબીશનનું સાંજે છ કલાકે ઉદઘાટન થશે. અંદાજે અઢી લાખ ચોરસ ફૂટમાં આકાર પામનારા આ મહા પ્રદર્શનમાં તાપી, સાબરમતી અને નર્મદા નામના ત્રણ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૪ર જેટલાં સ્ટોલસમાં જુદા જુદા ક્ષેત્રોમાં ગુજરાતે સાધેલી પ્રગતિના સોપાનો રજૂ થશે. આ મેગા એક્ઝીબીશનમાં ગુજરાતને મળેલા એવોર્ડઝ, કોફી ટેબલ બુક્સનું પ્રદર્શન, રાજ્યની પ૦ સ્વર્ણિમ સિદ્ધિઓની ઝાંખી, જ્યોતિગ્રામ યોજના, યાત્રાધામ પેવેલિયન, વૈશ્વિક ગુજરાત, હસ્તક કલા-કારીગરી ગ્રામ, સોલાર વિલેજ, બૂક સ્ટોલ અને ફૂટ કોર્ટ સહિતના વિવિધ સ્ટોલ આવેલાં છે. આ મેગા એક્રઝીબીશન તા. ર૯ એપ્રિલના ઉદઘાટન બાદ તા. ૬મે-ર૦૧૧ સુધી લોકદર્શન માટે સાંજના ચાર વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી મુલ્લું રહેશે.

જ્યારે તા. ૩૦ એપ્રિલના રોજ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલી ર્ડા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી મહાત્મા મંદિર સુધી અને ત્યાંથી ર્ડા. બાબાસાહેબની પ્રતિમા ખાતે પરત આવનારી એક વિશાળ માર્ચ-પાસ્ટમાં પોલીસ, અર્ધ લશ્કરી દળો, જિલ્લા અને શાળાઓના બેન્ડ, સાંસ્કૃતિક જૂથો દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત જુદા જુદા વિભાગોની યશોગાથા વર્ણવતા ર૬ જેટલાં ટેબ્લોનો સમાવેશ થશે. જેમાં ર૬ જાન્યુઆરી-ર૦૧૧ પ્રજાસત્તાક દિનની દિલ્હી ખાતે યોજાયેલી પરેડમાં રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો બુદ્ધિસ્ટ હેરિટેજ ગુજરાત ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ટેબ્લો રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રજૂ કરાશે. આ ભવ્ય કાર્યક્રમ માટે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટાને ભવ્ય રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે. ભવ્ય રોશની અને બગીચાઓની નૈસર્ગિક હરિયાળી વચ્ચે સેન્ટ્રલ વિસ્ટાનો સમગ્ર પથ નયનરમ્ય બની રહ્યો છે.

આ ઉપરાંત તા. ૩૦ એપ્રિલ-ર૦૧૧ના રોજ મહાત્મા મંદિર ખાતે માર્ચ પાસ્ટ બાદ સ્વર્ણિમ ગુજરાત-વૈશ્વિક ગુજરાત સ્વરૂપે એક વિશાળ બિનનિવાસી ભારતીય-ગુજરાતીઓનું સંમેલન યોજાશે. આ સંમેલનને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સંબોધશે.
આ ભવ્ય સમાપન સમારોહ દરમિયાન તા. ૧ મે, ર૦૧૧ ગુજરાત ગૌરવ દિને સવારના આઠ કલાકે મહાગુજરાતની ચળવળના શહીદોને અમદાવાદના ભદ્રના કિલ્લા પાસે આવેલાં શહીદ સ્મારક ઉપર જઇને મુખ્યમંત્રી શ્રધ્ધાસુમન અર્પણ કરશે. ત્યારબાદ સવારના ૮-૩૦ કલાકે અમદાવાદના લાલદરવાજા સ્થિત પૂ. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.

ગુજરાત ગૌરવ દિને સાંજે છ કલાકે સ્વર્ણિમ જયંતી ઉજ્વણીનું અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આગેકદમ ગુજરાત દ્વારા વિધિવત સમાપન કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત રાજ્યપાલ ર્ડા. કમલાજી પણ ઉપસ્થિત રહેશે. આ સમાપન સમારોહમાં ગુજરાતની કલા-સંસ્કૃતિ અને વિકાસગાથાને પ૦૦૦થી વધુ કલાકારો રજૂ કરશે. ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી આવેલા કલાકારો દ્વારા રજૂ થનારી આ કલા પ્રસ્તુતિ ગુજરાતના ઇતિહાસમાં ચીરસ્મરણીય બની રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમને વધુને વધુ લોકો માણી શકે તે માટે તા. ર-મે-ર૦૧૧ના રોજ ફરીથી સ્ટેડિયમ ખાતે આ જ કાર્યક્રમનું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ગૌરવ દિને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાતના વહીવટી તંત્રમાં સેવામાંથી નિવૃત્ત થયેલાં ઉચ્ચ સનદી, પોલીસ અને વન વિભાગના અધિકારીઓનો ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ પાસાઓને ઉજાગર કરતા વિશિષ્ટ પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.