તબીબોની સલાહ : ટાઇમ મેનેજમેન્ટ અને યોગ્ય ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ
માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાની મોસમ ખીલશે, જેની તૈયારી વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થઇ છે. પરીક્ષાની તૈયારીઓ માટે હવે બહુ જ ઓછા દિવસો છે. તે સમયે તનાવ આવે તે સ્વાભાવિક છે પરંતુ કેટલીકવાર ભણવાને લઇને આવતા તનાવને કારણે પરીક્ષા ઉપર તેની ગંભીર અસરો પહોંચે છે. મનોવિજ્ઞાનિકો કહે છે કે આવા સમયે વિદ્યાર્થીઓ ભણવામાં વ્યવસ્થિત ટાઇમ મેનેજમેન્ટ અને આહારમાં ધ્યાન રાખે તો તનાવમાં રાહત મળે છે.
તે ઉપરાંત માતા-પિતાએ ઘરમાં સકારાત્મક માહોલ બનાવવો જોઇએ. ડૉ.હપાણી કમલ પરીખે જણાવ્યું હતું કે પરીક્ષાનો દિવસોમાં બાળકોને ઘબરાહટ થવી, ઊંઘ ઓછી આવવી, ભૂખ ન લાગવી જેવી ફરિયાદો રહે છે. માટે વિદ્યાર્થીઓએ શાંત મને ભણવું જોઇએ.
તનાવથી શું નુકસાન
તનાવથી શરીર કમજોર બને છે
યાદ રાખવામાં પણ તકલીફો પડે છે
ઇમોશનલ બ્રેકડાઉન થાય છે
શું ન કરવું જોઇએ ?
કમ્પ્યુટર, ગેમ, ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરવો.
બહુ લાંબો બ્રેક ના લેવો જે એકાગ્રતાને ભંગ કરે છે.
રાત્રે ચા-કે કોફી બહુ ના પીવી
નકારાત્મક વિચારથી દૂર રહેવું
યોગ્ય ખોરાકથી તનાવ દૂર કરો
હાઇ પ્રોટીન ખાવાનું રાખો, ડ્રાયફ્રુટ, ફળો, ખાવા
વેજીટેબલ સૂપ અથવા ફ્રૂટનો સેઇક પીવો
નાસ્તો જરૂર કરવો, દૂધ પીવાનું રાખો
દિવસમાં ૧૨ થી ૧૩ ગ્લાસ પાણી પીવો
ત્રણ થી ચાર કલાકનું અંતર રાખી ખાવાનું રાખો
શું ધ્યાન રાખવું
તમામ વિષયો માટે ટાઇમ ટેબલ સેટ કરો
બે થી ત્રણ કલાક વાંચ્યા બાદ ૨૦ મિનિટનો બ્રેક લો
ભૂખ્યા પેટે વાંચવું નહીં
નવા ટોપિક માટે મોડી રાત્રે વાંચવું નહીં
બને તો જેટલું વાંચો, તેને ફરીથી લખો, જેનાથી વિદ્યાર્થીઓની સ્પીડ વધશે.
દબાણ ન કરે પેરેન્ટ્સ
બાળકો ઉપર બહુ ઉમ્મીદ ન રાખી પ્રેશર કરવું જોઇએ નહીં
ટીવી જોવા કે રમવા માટે પ્રતિબંધ ન લગાવે
સકારાત્મક વિચારની આપ-લે કરો
પોતાના બાળકોની તુલના બીજા લોકો સાથે ન કરવી
બ્રેક દરમિયાન તેની વાત સાંભળો કે કોઇ રોચક એક્ટિવીટિમાં ભાગ લો.
તનાવથી આંખો, હૃદયને પણ અસર થાય છે
તનાવને લેટ ગો કરવાથી હૃદયમાં ઘબરાહટ ફેલાય છે. જે નુકસાનનું કારણ પણ બની શકે છે. તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ પછી ઘર કરી જાય છે આંખોની અંદર પણ તનાવથી અસર વર્તાય છે.