Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Div-Daman City
 

દરીયાદેવ પાસે સ્વજનોની સુરક્ષા

 
Source: Bhaskar News, Div   |   Last Updated 12:55 AM [IST](25/08/2010)
 
 
 
 
 
દીવમાં ખારવા સમાજ દ્વારા દરીયાદેવ પાસે સ્વજનોની સુરક્ષા માંગી વહાણને ધજારોહણ કરાયું હતું. આજે શ્રાવણ માસની પૂર્ણિમા-રક્ષાબંધન નિમિત્તે વાવટાપર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. ખારવા સમાજની બહેનો દ્વારા કુળદેવને નૈવેધ્ય ધરી શ્રીફળ, ફુલ, ચોખા, ગંગાજળ પધરાવી દરીયાદેવની ભાવભેર પૂજા કરી હતી. ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે.

સમાજનાં મોટાભાગનાં વ્યક્તિઓ જહાજમાં સીમેન તરીકે નોકરી કરતાં હોવાથી સમુદ્રની આ દિવસે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ધુપ-દીપ કરી દરીયાદેવ પાસે સ્વજનો અને પરિવારની સુરક્ષા માંગે છે. ઉપરાંત આજીવીકાનાં સાધન વહાણ-હોડીને ધ્વજારોહણથી શણગાર કરી દરીયામાં ધંધા માટે મુકે છે. ઘોઘલા ગામમાં આવેલા સાત ચોરામાં દરેક ચોરામાં વાવટા સ્થાપીત કરવામાં આવે છે. બપોર પછી સાતેય ચોરાનાં વાવટાની શોભાયાત્રા નીકળી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.