દીવમાં મરાઠી ફિલ્મ ‘આઈયા’ માટે આવેલી અભિનેત્રી રાણી મુખર્જીએ સતત બે દિવસ શૂટિંગ કર્યા બાદ આજે ૨:૩૦ કલાકે પ્લેન મારફત મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.
આ અભિનેત્રીની ઝલક મેળવવા દીવવાસીઓ અને સીને રસીકોનાં ટોળા એકત્ર થતા હતા અને શૂટિંગના દરેક સ્થળે પહોંચતા હતા. પરંતુ કડક સુરક્ષા બંદોબસ્તને કારણે અભિનેત્રીને નિહાળવાની તક ન મળતા નિરાશા સાંપડતી હતી.