Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Div-Daman City
 

સંઘ પ્રદેશના પ્રશાસક વિરૂદ્ધ હાઇકોર્ટમાં PIL

 
Source: Bhaskar News, Silvassa   |   Last Updated 3:55 AM [IST](24/08/2011)
 
 
 
 
Advertisement
 
આરટીઆઇ એક્ટિવિસ્ટ જીતુ મારુ દ્વારા મુંબઇ હાઇ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી

સંઘ પ્રદેશ દિવ-દમણ અને દાદરા નગરહવેલીના પ્રશાસક નરેન્દ્ર કુમારને તાત્કાલિક અસરથી હટાવવા માટે ૨૨ ઓગસ્ટના રોજ આરટીઆઇ એક્ટિવસ્ટિ જીતુ મારુ દ્વારા મુંબઇ હાઇ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે.

જીતુ મારુ દ્વારા હાઈકોર્ટમાં કરેલી પીઆઇએલમાં પ્રશાસકને હટાવવા બે કારણ દર્શાવવામાં આવ્યા છે. જેમાં પહેલી રજુઆતમાં આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું છે કે, અશોક ખેમાણી સાથેની સાંઠગાંઠની રજુઆત કરવામાં આવી છે. તેમણે રજુઆતમાં જણાવ્યું કે, ૧૩ જુલાઇના રોજ દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ હોલમાં રખાયેલા રંગારંગ કાર્યક્રમમાં પ્રશાસક નરેન્દ્ર કુમાર અને અશોક ખેમાણી એક સાથે બેસી ગુફ્તગુ કરતા નજરે પડ્યા હતા. અશોક ખેમાણી સામે સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર વિરુધ્ધ ગુન્હો દાખલ થયો હતો. જેમાં તેમની ધરપકડ પણ થઇ હતી.

તો બીજી તરફ તેમના વિરૂધ્ધ R ૩૫૦ કરોડ જેટલી ટેક્સ ચોરીમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આવા સમયે અશોક ખેમાણી સાથે પ્રશાસકની આ વાતચિત શંકા જન્માવનારી જણાઇ રહી છે. જેને લઇ સરકારને કરોડો રૂપિયાના નુકશાન થવાનો ડર ફેલાયો છે.

મુંબઇ હાઇ કોર્ટમાં દાખલ કરેલી પીઆઇએલ માં બીજા કારણમાં જણાવાયું છે કે, નરેન્દ્ર કુમાર દિલ્હી સરકારના ઈન્ડસ્ટ્રિઝ વિભાગના પ્રભારી હતા. તે સમયે ઓખલા ઇન્ડસ્ટિ^યલ એસ્ટેટ, બેડલી ઇન્ડસ્ટિ^યલ એસ્ટેટ, બબના ઇન્ડસ્ટિ^યલ એસ્ટેટ વગેરેમાં પ્લોટના વેચાણમાં મોટા પ્રમાણમાં ગોટાળો થયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ભારત સરકારને અંદાજીત R ૬ હજાર કરોડનું નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.

પ્રશાસક નરેન્દ્ર કુમાર વિરુધ્ધ સીવીસીમાં આટલી મોટી ફરિયાદ થવા છતાં તેમને સંઘ પ્રદેશમાં કેમ નિયુક્તિનો સવાલ અરજીમાં ઉઠાવાયો છે. આવા સમયે તેમની સેલવાસમાં નિયુક્તિ કેટલી વ્યાજબી છે. જેમાં ભારત સરકારના ગૃહ સચિવ, કેન્દ્રના સીવીસી, સીબીઆઇ ડાયરેકટર, પ્રશાસક તેમજ દમણ કલેક્ટરને પણ પાર્ટી બનાવાયા છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.