બિગ બી ઓલિમ્પિકમાં ટોર્ચને લઈને દોડ્યા પછી આ શું વાગોળ્યું?

- ઓલિમ્પિકમાં અમિતાભ બચ્ચનનો પૂનર્જન્મ થયો હોય તેવું અનુભવ્યું
- 30 વર્ષ પહેલાં 26 જુલાઈએ અમિતાભ બચ્ચન સાથે એક ઘટના ઘટી હતી
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને લંડનમાં ઓલિમ્પિક મશાલની દોડમાં ભાગ લીધો હતો. હાથમાં ઓલિમ્પિકની મશાલ લઈને અમિતાભ બચ્ચન ટ્રેક શૂટમાં જોવા મળ્યા હતા. 69 વર્ષના અમિતાભે લગભગ સો મીટરની દોડ લગાવી હતી. અમિતાભે જે સમયે હાથમાં ઓલિમ્પિકની મશાલ લઈને દોડી રહ્યા હતા તે સમયે લંડનના માર્ગો પર ખીચોખીચ ભીડ જોવા મળી હતી.
મીડિયા સાથે વાત કરતા અમિતાભ બચ્ચને જણાવ્યું, ''મને ખુશી થઇ છે કે હું મારા ડરમાંથી બહાર આવ્યો છું અને હું હાથમાં મશાલ લઇને દોડવા સક્ષમ છું એ પળ ઘણી સુંદર છે. એક ખરાબ અકસ્માતના કારણે 30 વર્ષ પહેલા હું આજે હોસ્પિટલમાં દાખલ હતો. મારો પૂનર્જન્મ થયો હોવ તેવી લાગણી અનુભવી રહ્યો છું.''
અહીં એ વાત નોંધનીય છે કે, ત્રીસ વર્ષ પહેલા ફિલ્મ 'કૂલી'નું એક એક્શન દ્રશ્ય ભજવતીવેળાએ 26 જુલાઇ 1982એ બિગ બી સાથે દુર્ઘટના ઘટી હતી. ત્યાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અને ફાર્માસ્યૂટિકલ ફેક્ટરી તેમને બચાવવા લોહીની બોટલ્સ સાથે મેદાને પડી હતી.
30 વર્ષ પહેલાં 'કૂલી' ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચન સાથે આ ઘટના ઘટી હતી :
'પહેલુ સુખ તે જાતે નર્યા' આ કહેવત કંઈ એમ જ નથી પડી ગઈ. હજારો વર્ષોનાં અનુભવમાથી એનો જન્મ થયો હશે. હું દ્રઢપણે માનું છું કે આ જગતમાં માંદા પડવા જેવો મોટો અન્ય કોઈ અપરાધ નથી.
બિમાર માણસને બે ભાગમાં વહેંચી શકાય; ગરીબ અને ધનવાન. બીજા પ્રકારના એવા લોકો આવે છે જે ધનવાન હોવા ઉપરાંત આપણાં સમાજ માટે વી.આઈ.પી. ગણાતા હોય. આ છેલ્લા પ્રકારમાં રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે.
બિમાર પડ્યા એટલે મુશ્કેલીમાં તો બધાંને મુકાવું જ પડે છે. જો દર્દી ગરીબ છે, તો એની સારી સારવાર કરવામાં કોઈને રસ નથી હોતો, જો દર્દી માલદાર છે, તો એને સાચી-ખોટી રીતે 'ચીરી' નાખવામાં આવે છે. (શારીરિક અને આર્થિક બેય અર્થમાં!)
પણ જો દર્દી સેલિબ્રિટી છે અને વળી ધનવાન છે તો એ હકીકત એના માટે દુર્ભાગ્ય બની જાય છે. ડોક્ટરો આવા દર્દીની જવાબદારી લેતાં ગભરાય છે. કોઈ સાચું નિદાન કરતુ નથી. એની સારવાર પોતે કરી રહ્યા છે એ વાતનું ગૌરવ બધાંને લેવું છે, પણ કોઈએ ખોંખારીને એવું નથી કહેવું કે આને આ બિમારી છે અને આ સારવાર આપવી પડશે, તો જ એને સારુ થશે. (કદાચ નિદાનમાં ખોટા પડવાનો ભય સૌને સતાવતો હશે.)
અમિતાભની બાબતમાં આવું જ બન્યું. અમિતાભ ધનવાન હતા; અમિતાભ બચ્ચન વી.આઈ.પી. હતા. આજે પણ એમનાથી વધુ મોટી 'સેલેબ્રિટી' હિંદુસ્તાનમાં જોવા મળતી નથી. 'કૂલી'નાં શૂટીંગ દરમ્યાન એમને પહોંચેલી ઈજા એ એમના માટે સૌથી મોટું દુર્ભાગ્ય સાબિત થઈ ગઈ.
વધું આર્ટિકલ વાંચવા માટે ક્લિક કરો તસવીરોના સ્લાઈડર પર...
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૧
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૦
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૯
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૮
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૭
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભબચ્ચન, પ્રકરણ – ૪૬
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ – ૪૫






