NRG'sની ટિપિકલ લાક્ષણિકતાઓને ઉજાગર કરતો હાસ્ય લેખ, કરો ક્લિક

- એનઆરજીઓની ટિપિકલ લાક્ષણિકતાઓને ઉજાગર કરતો આ હાસ્ય લેખ...
એનઆરઆઇ વિશે જેટલું વિચારો એટલી તમને વધારે મજા આવશે. ચુઇંગ ગમની જેમ એનઆરઆઇ થવાનું સ્વપ્ન જ ચાવ્યા કરવાની સરેરાશ ભારતવાસીની આદત છે. દરેકની શોધ છે એનઆરઆઇ થવા માટે એનઆરઆઇને મળવાની. હે પ્રભુ! તું કોઇપણ રૂપે એનઆરઆઇને મોકલી આપ. તું જોરદાર એનઆરઆઇની મુલાકાત કરવી દે. ડોલરની હોડીમાં આ સંસાર-સાગરને પાર કરી જવાની કોને ઇચ્છા નથી?
વિધાર્થીને વિદેશમાં ભણીને, દેશમાં ભણેલાને એચ-1 વિઝા લઇને એનઆરએ થવું છે. સિત્તેર વરસે મા-બાપ ગ્રીન કાર્ડ હોલ્ડર પુત્રને 'ફાઇલ' મૂકવાનું કહે છે. સરકાર હોય કે નાણાકીય, સામાજિક, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ હોય- દરેકને એનઆરઆઇ તરફ પહેલા ખોળાના પુત્ર જેવું વહાલ ઊભરાઇ જતું હોય છે. ફિલ્મી દુનિયા તો ઓળઘોળ છે જ!
વધુ આર્ટિકલ વાંચવા માટે જુઓ તસવીરો.....
દેશના જ્ઞાતિ-મંડળો, મ્યુનિસિપાલિટી, રાજ્ય કે દેશની ચૂંટણીઓ અને અમેરિકાન પ્રેસિડન્ટની ચૂંટણીમાં સમાન રસ લે છે. વતનની મુલાકાત દરમિયાન રાજ્ય કે દેશના મુખ્ય નેતાઓની અંતર્ગત વાતો જે દેશમાં રહીને પણ નહીં જાણી શકેલા સગાં-મિત્રોની સમક્ષ કરીને ગૌરવ અનુભવે છે. પેટ્રોલના ભાવોની ચર્ચા અને ચિંતા ઓપેકના દેશો કરતા વધારે કરે છે. ડીઝલના ભાવોની સરખામણી પેટ્રોલના ભાવોની સાથે કરીને ડીઝલની કારના ફાયદા ગણાવે છે- અમેરિકામાં!
દેશની સંસ્કૃતિના વખાણ કરશે. દેશના લોકોની ટીકા કરતા અનેક મોટા માણસોના મોંએ ચડેલું. ચવાઇ ગયેલું વાક્ય બોલશે, 'આ અરાજકતામાં લોકો જીવે છે એ જ બતાવે છે કે ઇશ્વર છે!'
સાઇટ-સીંઇગના સ્થળોએ ગુજરાતીમાં વાત કરતાં સાંભળીને એનઆરઆઇ પૂછશે, 'ગુજરાતી છો?' પછી પ્રશ્ન હશે, 'ક્યાં રહો છો?' જો રહેવાનું સ્થળ દિવથી ઉદવાડાની વચ્ચે હશે તો એનઆરઆઇ કે પર્યટકો એકબીજા કાકા-મામા-ભાઇ-ભત્રીજા-સાળા-સાળી- ભાભીમાંથી કોઇને તો ઓળખતા જ હશે. કોઇ ઓળખાણ નીકળી નહીં તો પર્યટક એના બ્યાસી વરસના મોટાભાઈના બીજા ધોરણનાં શિક્ષકનું નામ લેશે અને ડિઝનીલેન્ડમાં આનંદનો સાગર લહેરાશે કારણ કે આ શિક્ષક એનઆરજીના પપ્પાના પણ ગુરુ હતાં! છૂટા પડતા એકબીજા બોલશે, કોઈએ સાચું જ કહ્યું છે કે દુનિયા બહુ નાની છે! આ એનઆરજી ટૂંક સમય માટે મુલાકાતે આવેલા એના મુરબ્બીઓને સલાહ આપશે. ઈન્ડિયન જેવા દેખાતા માણસોની પાસે વાત કરવા દોડી જતા નહીં. આ અમેરિકા છે. કોઈ કોઈનું નથી!
આ મિત્રોના લિસ્ટમાં અગ્રસ્થાન ધરાવે છે. ગ્રોસરી, મોટેલ, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ, રિયલ એસ્ટેટમાં પડેલા દેશી બિઝનેસમેનનો, ડોક્ટરોના નંબર પછી આવેલ યુનિવર્સિટીમાં ભણાવનાર દેશી પડોશમાં રહેતો હોય તો પણ ઓળખતા ન હોય! દરેક એનઆરજીનું સ્વપ્ન ગ્રોસરી સ્ટોર, મોટેલ કે ગેસ સ્ટેશન કરવાનું છે. વરસનો વસવાટ પછી પણ જીભ ચડી ગયેલા શબ્દો લિફ્ટ, પેટ્રોલ, ટોર્ચ, ટ્યૂબલાઈટ, લેટ્રિન ઊતરતા નથી.
એનઆરજી યુવાન એની બીજી વારની પત્નીને લઈને સ્ટોરમાં શોપિંગ કરી રહ્યો હતો ત્યાં એક ભાઈ મળ્યાં. એ ભાઈની ઓળખ આપતા એ યુવાને કહ્યું, 'આ મારી ઓરિજિનલ વાઈફનો કઝીન છે'.
એનઆરઆઈ મા-બાપ દીકરીને જોઈને નહીં પણ મેટ્રોમોનિયલમાં આવેલી જાહેરાતોમાંથી શબ્દો પસંદ કરીને દીકરીનો જીવનસાથી શોધવા માટે જાહેરાત આપે છે. આદર્શોના ચશ્મા પહેરીને ઘણાં યુવાનો પરણવા ભારતમાં આવે છે. આવા એક યુવાનની સપનાની રાજકુમારી હતી સાદી, સુધારક ક્રાંતિકારી, કચડાયેલા વર્ગની સેવા કરનારી અને સત્તાની સામે નિર્ભય બનીને ઝઝૂમનારી! એક યુવતીએ એને સલાહ આપી 'મેધા પાટકરને મળો!' પતિ-પત્ની નોકરી જુદા-જુદા સમયે કરતા હતાં. પત્નીએ પૂછ્યું, 'ઘરે ફોન કર્યો હતો, રાતે ક્યાં હતા?
પતિએ કહ્યું, 'મેં તને સવારનું પૂછ્યું?' નાતાલના આગલા દિવસે બનેલી ફ્રેન્ડની સાતે એ એનઆરઆઈ યુવના એક રિસોર્ટમાં ગયો. રિસોર્ટમાં એ છોકરીને એક ફોર્મ આપવામાં આવ્યું. એમાં એક પ્રશ્ન હતો, મુલાકાતનો હેતુ બિઝનેસ અથવા પ્લેઝર. છોકરીએ લખ્યું બંને. એનઆરઆઈ મમ્મી દીકરાના વખાણ કરતી હતી 'આટલા વરસથી સ્ટેટસમાં રહે છે. પણ મારા દીકરાને વાઈન કે વોડકાના તફાવતની ખબર જ નથી. સાંભળનારે સંભળાવ્યું, 'પીધા પછી એવું જ થાય!
એક મદ્રાસી એક વ્હાઈટ સ્ત્રીને પરણ્યો. (આશ્ચર્ય નંબર 1) એ બંને ટેન ક્લબના મેમ્બર થયા. કહો આશ્ચર્ય નંબર 2ના આશ્ચર્યની વાત નથી કારણ કે ક્બલના સભ્યને બોડીગાર્ડની સાથે આવવાની મનાઈ છે 'એટલે નાછૂટકે મદ્રાસી ટેન-તામ્રવર્ણી ચામડી કરવા માટેની ક્બલનો મેમ્બર થયો!'
પૃથ્વી-ચંદ્ર વચ્ચે શટલિયા સર્વિસ શરૂ થશે ત્યારે (સ્ટોક એક્સચેન્જ શરૂ થયા પહેલાં) બ્રોકરેજ ફર્મ ગુજરાતી શરૂ કરશે. રોડ સાઈડ ઓટો રિપેર શોપ પંજાબી શરૂ કરશે...એવી રીતે જો પસ્તી ભંગાર ભારતના ધોરણે થયેલો અમેરિકામાં થરૂ થાય તો એનઆરઆઈ રાજસ્થાનીના પચાસ ટકા એ વેપારમાં ઝંપલાવશે! (કોણે કહ્યું નેવુ ટકા?)
આ દિવાસ્વપ્નમાં પણ તથ્ય હશે. સિંગાપરુથી આવેલા એક એનઆરઆઈ વાત કરી રહ્યા હતાં. સિંગાપુરમાં પ્રકાશિત એક સર્વે પ્રમાણે ક્રુડ ઓઈલના ભાવ બેરલદીઠ દશ ડોલર થઈ જશે! આ વાત સાંભળીને બાબુલાલ શેઠ તરત ગણતરી કરવા માંડ્યા!
બધું સસ્તુ થાય! બધું સસ્તું થાય! એમ બોલીને એમણે પોતાનો પ્લાન રજુ કર્યો. આમ થશે તો સ્ટીમરની સ્ટીમર ભરીને પસ્તી ભંગારની વસ્તુઓ અમેરિકાથી હું ઈન્ડિયામાં એક્સપોર્ટ કરીશ અને ત્યાં રિસાઈક્લિંગ કરવા માટે ધડાધડ કારખાનાંઓ ઉભા કરી દઈશ!
દેશમાં અને વિદેશમાં જ્યાં સુધી મેઈડ ઈન ઈન્ડિયા ભેજાં બેઠા છે ત્યાં સુધી આપણે મંદીની ચિંતા કરવાની જરૂર નાણાપ્રધાન તમે હસતા રહો.
સતીષ વૈષ્ણવ






