Ahmedabad moves ahead from textiles to cars
આજે સવારે સાણંદમાં નેનોનું ઉદ્ઘાટન કરતા પહેલા નરેન્દ્ર મોદીએ એમના બ્લોગ મારફતે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ થી કાર સુધીની સફરમાં અમદાવાદ આગળ વઘી રહ્યું છે. તદ્દઉપરાંત તેઓએ સાયક્લોનની ચિંતા વ્યકત કરી છે. તેમજ નેનોની ગૌરવયાત્રાની વાત રજુ કરી છે.
મિત્રો,
એક તરફ સાયક્લોનના ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. અને બીજી બાજુ નેનોની આજે યાત્રા શરૂ થાય છે.
અમદાવાદ હવે કાર ઉત્પાદક શહેરમાં સ્થાન મેળવશે.
કાપડ ઉત્પાદનમાંથી કાર ઉત્પાદનની અમદાવાદની યાત્રા ગુજરાત વિકાસ યાત્રાનું ગૌરવ પૂર્ણ પ્રકરણ છે.
શ્રી રતન તાતા રાહ જોઇ રહયા હશે, મારે નીકળવુ પડશે.
નરેન્દ્ર મોદી
*