- સાપુતારાની મુલાકાતથી પ્રસન્ન થયા મહાનાયક
- મોન્સૂનમાં ફરીથી સાપુતારા આવવાનું આપ્યું વચન
- પોતાના બ્લોગ પર સાપુતારા અને ડાંગના કર્યા ભરપૂર વખાણ
- ડાંગના આદિવાસીઓની સંસ્કૃતિ અને સભ્યતા પસંદ આવી બિગ બીને
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ગુજરાતને એક ખાસ વચન આપ્યું છે. શુક્રવારે ગુજરાતમાંથી વિદાય લેતી વખતે તેમણે આ વચન આપ્યું હતું.
નોંધનીય છે કે ગુજરાત પ્રવાસન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર બીગ બી પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા એડ ફિલ્મના શુટિંગ માટે ત્રણ દિવસ ગિરિમથક સાપુતારામાં આવ્યા હતા. શુક્રવારે ત્રીજા દિવસે સાપુતારા તથા નજીકના તળેટી વિસ્તારના જંગલમાં જઈ શુટિંગ કર્યા બાદ તેઓ પરત જવા રવાના થયા હતા. (તસવીરો માટે ક્લીક કરો રીલેટેડ આર્ટીકલ)
મોન્સૂનમાં સાપુતારાને માણશે... બિગ બીએ પોતાના બ્લોગ પર પણ પોતાના આ વચનનો ઉલ્લેખ કર્યો છે. બિગ બીએ વચન આપ્યું છે કે તેઓ સાપુતારાને ફરીથી માણવા માટે મોન્સૂનની સીજનમાં જરૂરથી ગુજરાત આવશે.
ડાંગી આદિવાસીઓના વખાણ... બચ્ચને પોતાના બ્લોગ પર સાપુતારા પ્રવાસ અંગે અનેક અનુભવ લખ્યા છે. તેમણે ડાંગના આદિવાસીઓના વખાણ કરવાની સાથે અહીંની સંસ્કૃતિ અને સભ્યતાના પણ વખાણ કર્યા છે.
સિનિયર બચ્ચને સાપુતારાને ચોમાસામાં માણવા માટેનું આયોજન અત્યારથી નક્કી કરી નાખ્યું છે, તેમ પણ સૂત્રો પાસેથી જાણવા મળે છે.