૬પ હજારની બીયરની સાથે એક ટેમ્પો, બે બાઇક અને ત્રણ ઇસ્મોની ઘરપકડ કરી
દમણમાંથી ગેરકાયદે દારૂ બહાર લઈ જવાતો હોવાની મળેલી બાતમીના આધારે એક્સાઇઝ વિભાગે ગુરૂવારે રાજીવ ગાંધી સેતુ તથા ઝરી ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં ટેમ્પો અને બાઈક પકડી ૬પ હજારનો દારૂ સાથે ત્રણ ઇસ્મોની ઘરપકડ કરી હતી.
દમણ એક્સાઇઝ વિભાગના ઇન્સપેક્ટર સુભાષ દમણીયાએ ગુરૂવારે બપોરે ૧૨ કલાકે ઝરી ચેક પોસ્ટ નજીકથી બે બાઇકો પર ૧પ હજારની બીયરોનો માલ ગેરકાયદે દમણમાંથી ખરીદી કરીને બહાર લઇ જવાતો હતો. જો કે, આ બનાવમાં બંને બાઇક ચાલકો ફરાર થયા હતા. તેથી પોલીસે બાઇકોને કબ્જે લઇને મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજી એક ઘટનામાં નાની દમણ રાજીવ ગાંધી સેતુ પરથી બપોરે ૧ કલાકે ટેમ્પો નંબર જીજે-પ-એયુ-૧૮૧માં ગેરકાયદે બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. એક્સાઇઝે ટેમ્પો ઝડપી તેમાંથી પ૦ હજારની બીયરોની બોટલો કબ્જે કરી હતી. આ સાથે ટેમ્પો ચાલક અયુબ રેહ. પાતલીયા, દમણ તથા તેની સાથે બે મજુરોની પણ ધરપકડ કરી હતી.