Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ગૌરવંતા ગુજરાતીઃ જેમની પર ગર્વ છે ગુજરાતને

Source: Divyabhaskar.com   |   Last Updated 6:23 PM [IST](01/05/2011)
 
 
 
|  

ગુજરાતને સમગ્ર વિશ્વમાં નામના અપાનારા અને ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવનારા ગૌરવંતા ગુજરાતીઓ આ પ્રમાણે છે.


 
મહાત્મા ગાંધી- ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે. મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી અહિસાનો ઉપયોગ કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું. અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા.
 
સરદાર પટેલ- સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાતની પ્રેક્ટિસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચૈતાં હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.
 
ઝવેરચંદ મેઘાણી- ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરૂદ પામનારા ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
 
મોરારજી દેસાઈ- મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના તેમજ તાલુકામાં આવેલા ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં ગુજરાત રાજ્યમાં આવે છે. મોરારજીભાઇએ વિલ્સન કૉલેજ, મુંબઈ, મહારાષ્ટ્રથી સ્નાતકની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાતમાં નાગરીક (સિવિલ) સેવામાં જોડાયા હતા. એમણે ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં અંગ્રેજોની આ નોકરી છોડી દઇ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેમણે સવિનય અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાના કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમયમાં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સીમાં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી હતી. ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. મોરારજી દેસાઈ માત્ર ગુજરાતનું જ નહિ, પરંતુ આખા ભારત દેશનું ગૌરવ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે, જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન થી સન્માનિત કરવામાં આવ્યા હોય.
 
ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ- તેમનો જન્મ 12, ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો અને નિધન 31મી ડિસેમ્બર, 1971ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે થયું. તેમના પિતા અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. પત્ની મૃણાલિની સારાભાઈ જાણીતાં નૃત્યકાર છે તો પુત્રી મલ્લિકા સારાભાઈ પણ જાણીતાં કલાકાર છે. બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વગેરે. આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો. કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ કર્યું. એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર રહ્યા. 1956માં અટીરા(અમદાવાદ)ની સ્થાપના કરી અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર પણ બન્યા. વિશ્વ પ્રખ્યાત ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના તેઓ પ્રથમ ડિરેક્ટર હતા. 1962માં આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપનામાં મહત્વનો ફાળો રહ્યો તો થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક તેઓ હતા. ભારતના સ્પેસ રીસર્ચના પ્રણેતા પણ તેઓ હતા.
 
ધીરુભાઈ અંબાણી- ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. 1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા હતા.
 
કનૈયાલાલ મુન્શી- ગુજરાતના ઘડતરમાં કનૈયાલાલ મુન્શીનો ફાળો અનન્ય છે. તેમણે 1904માં ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના કરી હતી. 1912માં ‘ભાર્ગવ’ માસિકની સ્થાપનાકરી હતી. તેઓ હોમરુલ લીગ’ના મંત્રી હતા અને ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે તેમને આવકારવા સંમેલન યોજ્યું હતું. તેઓ ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ પણ ભોગવ્યો હતો. કોંગ્રેસના બંધારણના ઘડતરમાં તેમનો ફાળો છે. તેઓ કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. સોમનાથ મંદીરના જિર્ણોદ્ધારમાં મહત્વનો ફાળો છે.
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
9 + 3

(9)
Latest | Popular
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.