નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ ટંડેલ, કાઉન્સિલરો તથા એનજીઓ સાથે લીધેલી મુલાકાત
દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં દરદીઓને કોઇ પણ જાતની સુવિધા મળતી નથી, નિષ્ણાત ડોક્ટર પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ નહી હોવાના કારણે છેલ્લી ઘડીએ દર્દીઓને બીજા શહેરોની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે કહેવામાં આવે છે.
દમણ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ ટંડેલ, પાલિકાના કાઉન્સિલરો તથા સામાજીક કાર્યકરોની હાજરીમાં બુધવારે મરવડ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી. ત્યારે તેઓએ પણ નહિાળ્યું કે ત્યા સુવિધાનો સદંતર અભાવ જણાઇ રહયો હતો. દરદીઓને કોઇ પણ જાતની સુવિધા આ હોસ્પિટલમાં મળતી નથી.
હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટર ઉપલબ્ધ નહી હોવાના કારણે દરદીઓની સ્થિતિ વધુ બગડે તો તમને અન્ય શહેરોની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે કહી દેવામાં આવે છે. મરવડ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરનુ પણ નિર્માણ કરવામાં આવ્યુ છે તથા હોસ્પિટલમાં વેન્ટિલેટર વસાવવામાં આવ્યુ છે પરંતુ તેનો ઉપયોગ આજ દિન સુધી કોઇ પણ દિવસે કરવામાં આવ્યો નથી. જ્યારે પણ કોઇ મોટી ઘટના અથવા અકસ્માત બને છે ત્યારે ઘાયલોને મરવડમાં સારવાર આપવાના બદલે તેઓને અન્ય હોસ્પિટલમાં જ લઇ જવાનો વારો આવે છે.
તો પછી દમણમાં આરોગ્ય વિભાગને પ્રશાસનને કરોડો રૂપિયા ફંડ તરીકે આપવામાં આવે છે તેનો ઉપયોગ કઇ જગ્યા ઉપર થાય છે? મંગળવારે એક યુવતીએ આપઘાત કર્યો હતો. તેની લાશને લઇ જવા માટે એમ્બ્યુલન્સ ત્રણ કલાક બાદ ઘટના સ્થળે પહોચી હતી. હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ સમયસર કોઇ પણ સ્થળે પહોંચતી નથી. અહીં નિષ્ણાત ડોક્ટરોનો અભાવ મરવડ સરકારી હોસ્પિટલમાં પ્રથમ તો નિષ્ણાત ડોક્ટરોનો અભાવ છે જેથી રોગીઓનો સમયસર ઉપચાર કરવામાં આવતો નથી.