
- ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક છે આ સૂર્યમંદિર
- મોઢેરાના સૂર્યમંદિરમાં જોવા મળે છે મનમોહક શિલ્પ
- એક દિવસની મુલાકાત માટે બેસ્ટ લોકેશન છે આ સ્થળ
જો તમારે શહેરની ધાંધલધમાલથી દૂર કોઇ શાંત જગ્યાએ એક દિવસનો વિસામો લેવો હોય તો મહેસાણા નજીકનું મોઢેરા એક આદર્શ સ્થળ ગણી શકાય. આ સ્થળને ગુજરાતના ખજુરાહો તરીકે પણ ઓળખાવી શકાય છે કારણ કે ત્યાં ખજુરાહો જેવા જ કેટલાક શિલ્પ પણ જોવા મળે છે.
મોઢેરા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી. (અંદાજિત) દૂર આવેલું છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે, જે ૧૧મી સદીમાં 'સોલંકી વંશ'ના રાજા ભીમદેવ સોલંકીના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે
આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જો કે હાલના સમયમાં આ મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાટણ અને મહેસાણા જિલ્લાને તેના સર્વશ્રેષ્ઠ સોલંકી શાસન માટે યાદ કરવામાં આવે છે.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


