પશુઓની સારવાર માટે માલિકોને ઊના સુધી લાંબા થવું પડે છે.
દીવનાં પશુ દવાખાનામાં છેલ્લા ત્રણ વર્ષથી ડા¸કટર ન હોવાથી પશુઓની સારવાર માટે માલિકોને છેક ઊના સુધી લાંબા થવુ પડે છે. અબોલ જીવોને પુરતી સારવાર મળી રહે તે માટે સરકારે લાખો રૂપિયાનાં ખર્ચે પશુ ચિકિત્સાલયનું બિલ્ડીંગ નિર્માણ કર્યું છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પશુ ડોકટરની જગ્યા ખાલી પડી છે. કર્મચારીઓના ભરોસે દવાખાનું ચાલી રહ્યું છે.
ગત તા.૫નાં એક અજાણ્યા વાહને એક ગાયને હડફેટે લઈ ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. ઝોલાવાડી ગ્રામ પંચાયતનાં સરપંચ રક્ષાબેન ઈજાગ્રસ્ત ગાયની સારવાર માટે પશુ દવાખાને પહોંચ્યા પરંતુ ડોકટર વિહોણા આ દવાખાનામાં સ્ટાફ પણ હાજર ન હતો.
વેટરનરી સ્ટાફને પશુની પ્રાથમિક સારવાર માટે બુલેટ વાહનની સુવિધા અપાઈ છે. પરંતુ આ વાહનનો અંગત ઉપયોગ થતું હોવાનું બહાર આવ્યું છે. દર વર્ષે દમણથી દવાઓનો જથ્થાબંધ સ્ટોક આવે છે પરંતુ ડોક્ટર વગર દવા ક્યાં પગ કરી જતી હશે તે પ્રશ્ન છે.
સરપંચ અને તેનાં પતિએ ધાયલ ગાયને પોતાની અંગત ગાડીમાં લઈ જઈ ઊના પશુ દવાખાના ખાતે સારવાર કરાવી હતી. તબીબ ન હોવાથી પશુપાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.