ગુજરાતીઓમાં US જવાનો ક્રેઝ, યોજાયો ગુજરાતી ફિલ્મનો પ્રિમિયર શો

આજના યુવાનોને લાગતી આવતી 'કેવી રીતે જઈશ' ફિલ્મ શુક્રવારે રિલિઝ થઈ. ફિલ્મનું સિટી સિનેમામાં પ્રિમિયર રાખવામાં આવ્યું હતું અને જબરો પ્રતિસાદ મળ્યો હતો. USAમાં સેટલ થવા માંગતા પિતા અને પુત્ર પર આધારિત આ સ્ટોરી છે. ત્યાં જઈને પોતાની જ મોટેલ ચાલુ કરે છે જેને ડાયરેક્ટર અભિષેક જૈન અને ટીમ સારી રીતે સાંકળી લે છે. ગોલિવુડની બીજી ફિલ્મો કરતા આ ફિલ્મ એક રિફ્રેશમેન્ટ અપાવે તેવી છે.
ઘણા લોકો કહે છે સારી એફર્ટ છે, ઘણા કહે છે સિક્વલ છે, અને ઘણાં બોલિવુડ-હોલિવુડ કરતા આવી ગોલિવુડ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 'કેવી રીતે જઇશ' ફિલ્મ સત્યઘટનાને આવરી લેતી ફિલ્મ છે. જેમાં યુવાનોમાં અમેરિકા જવાનો જે ક્રેઝ છે અને આ યુવાનો સાથે જે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે તે દર્શાવાયું છે, જે એ લોકોને પોતાનાપણાનો અહેસાસ કરાવી જશે, જેઓ ઉક્ત સમસ્યાઓમાંથી પસાર થયા છે. તમે ગુજરાતી ફિલ્મો ન જોતા હોવ તો પણ આ ફિલ્મ એક વખત જોવા યોગ્ય છે.






