Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Div-Daman City
 

વિકાસ વેરાથી ભૂમાફિયાઓને બખ્ખા

 
Source: Bhaskar News, Selvassa   |   Last Updated 1:48 AM [IST](05/08/2010)
 
 
 
 
 
લગાન જમીન, કૃષિ જમીન, રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક વિકાસ માટે અલગ ચાર્જ વસૂલાશે

દાનહના ગ્રામ્ય વિસ્તારની એક એકર જમીન એન.એ. કરવા એક લાખનો ચાર્જ ભરવો પડશે

સંઘપ્રદેશ દાનહ પ્રશાસન દ્વારા પ્રદેશમાં દાનહ વિકાસ પ્રાધિકરણનાં ગઠન થયા પછી વિકાસની નવી દિશા નક્કી કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલાં પી.ડી.એ. દ્વારા અન્ય રાજ્યની માફક દાનહમાં સૌપ્રથમવાર ડેવલપમેન્ટ ચાર્જ લાગુ કર્યો છે.

સંઘપ્રદેશ દાનહ પ્રશાસને પ્રદેશમાં આયોજનબદ્ધ વિકાસ માટે દાનહ વિકાસ પ્રાધિકરણનું ગઠન કર્યું છે. આ વિકાસ પ્રાધિકરણે હવે પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસની નવી દિશા નક્કી કરશે. પ્રશાસનને પી.ડી. એ.ના માધ્યમથી આયોજનબદ્ધ વિકાસની પૂરી કિંમત વસૂલવાની યોજના પણ સાથે બનાવી છે.

આ માટે પ્રશાસને ગોવા, દમણ-દીવ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનીંગ એક્ટ-૧૯૭૪ (એક્ટ ૨૧ ઓફ ૧૯૭૫)ને દાનહ માટે એક્સટેન્ડ થયો છે. નવા નિયમનું નામ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી રૂલ-૨૦૧૦ અપાયું છે. નવા નિયમના માધ્યમથી હવે પ્રશાસન લોકો દ્વારા વિકાસકીય ચાર્જ વસુલ કરી જમીનને વિકસીત કરવા એન.ઓ.સી. આપશે.

આ નિયમ મુજબ જમીન વિકસીત કરવા માટે એન.એ. પરમશિને શરતે અપાશે કે, એન.એ. માટે આવેદન કરનાર વ્યક્તિ પ્રતિ સ્કે.ફીટનાં હિસાબે વિકાસકીય ચાર્જ ચૂકવશે.વિકાસકીય ચાર્જની ગણતરી થાય તો, ગ્રામીણ ક્ષેત્રમાં એક એકર એન.એ. માટે વિકાસ ચાર્જ એક લાખથી વધુ ચુકવવાનો થાય છે.

ગ્રામીણ ક્ષેત્રમાં પણ વિકાસ ચાર્જ લગાવાતાં લોકોએ પોતાની જમીનનો વિકાસ કરવા માટે એન.એ. પૂર્વે વિકાસ ચાર્જ આપવો પડશે. આમ સમગ્ર વિકાસીય ચાર્જને જોતાં ભૂ-માફિયાઓનું રાજ વધી જશે. આ ચાર્જથી હવે લોકોએ પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટીમાં ડેવલપમેન્ટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. એક મોટી રકમ વિકાસ ચાર્જના નામ પર આપવી પડશે.

વિકાસ માટે અલગ અલગ ચાર્જ વસૂલાશે

આયોજનબદ્ધ વિકાસ માટે જો લોકો પાસેથી થોડો ચાર્જ લેવાય છે તે લોકોના હિતમાં છે. કારણ કે તેનાથી પ્રશાસન દ્વારા અપાતી બુનિયાદી સુવિધાની ગેરંટી રહેતી હોય છે. લોકોને સારા માર્ગો, વીજળીનું જોડાણ, પિવાનું પાણી, સ્ટ્રીટલાઈટ જેવી સુવિધા પર ખર્ચ કરવામાં આવશે. પી.ડી.એ. દ્વારા નગર પાલિકા અને ગ્રામીણ ક્ષેત્રમાં પ્રતિ સ્કે.ફીટનો અલગ ચાર્જ લેવાયો છે. જેમાં પુન: વિકાસની જમીન, કૃષિ જમીન, રહેણાંક, કોર્મશીયલ અને ઔદ્યોગિક વિકાસ માટે અલગ અલગ ચાર્જ વસુલાશે. કે.એસ.ચંદ્રશેખર, દાનહ વિકાસ આયુક્તના સભ્ય સચિવ.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.