આરોપીઓને માથાના અડધા વાળ અને મૂંછ કાપી પોલીસને સોંપ્યા
દમણના ડાભેલ ગામે ચીકુવાડીમાં ગુરૂવારે સાંજે ચાર વર્ષની બાળા પર દારૂના નશામાં ધુત ત્રણ પરપ્રાંતીય યુવકો દ્વારા ગેંગ રેપ કરાતા ચકચાર મચી હતી.બહાર રમતી બાળકીને ચોકલેટ આપવાના બહાને પડોશમાં રેહેતા ત્રણે નરાધમ યુવાનોએ ઘરમાં બોલાવી કુકર્મ કર્યું હતું. શુકવારે સવારે અસહય દુખાવો થતા બાળાને મરવડ હોસ્પિટલમાં સારવાર અર્થ દાખલ કરાતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્રણે નરાધમોને ગ્રામજનોએ માર મારીને માથાના અડધા વાળ અને મૂંછ કાપીને પોલીસને સોંપી દીધા હતા. આરોપીઓ પણ મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.
દમણના ડાભેલ ખાતે ચીકુવાડી વિસ્તારની અશોકભાઇની ચાલમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના દેવાનંદ ભરત યાદવ તથા તેના બે મિત્રો રવિશંકર રાય અને ચીન્ટુ મિસ્ત્રી દમણની એક કંપનીમાં નોકરી કરે છે. બુધવારે નાઇટ ડયૂટી કરીને ત્રણેય મિત્રોએ રૂમમાં દારૂની મહેફીલ કરી હતી.દેવાનંદ ત્યારબાદ કોઇ કામ અર્થે બહાર ગયો હતો ત્યારે દારૂના નશામાં રવિશંકર અને ચિન્ટુના માનસ ઉપર હવસ શિકાર થઇ ગયો હતો. આ અરસામાં પડોશમાં રહેતી બિહારી પરિવારની ચાર વર્ષની બાળકીને જોતા જ બંનેની દાનત બગડી હતી. બાળાને ચોકલેટ આપવાના બહાને અંદર બોલાવીને તેના ઉપર ગેંગ રેપ કરવામાં આવ્યો હતો.
શુકવારે સવારે બાળાને પેટમાં દુખાવો ઉપડતા અને બપોરે જમાવાનુ ના પાડતા તેની માતાને કંઇક ખોટું થવાની શંકા ગઇ હતી.તાત્કાલીક બાળાને લઇને મરવડ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થ દાખલ કરવામા આવી હતી. હાજર તબીબોએ બળાત્કારનો પ્રયાસ થયો હોવાની સંભાવના જણાવાતા દમણ પોલીસને બોલાવી હતી.પોલીસે મરવડ હોસ્પીટલમાં જઇને તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.
બીજી બાજુ ડાભેલ ગામમાં આ વાત વાયુવેગ રીતે પ્રસરી જતા લોકો ઉશ્કેરાઇ ગયા હતા. આક્રોશિત લોકોએ અશોકભાઇની ચાલમાં જઇને ત્રણે નરાધમોને પકડીને ઢોર માર મારીને માથાના અડધા વાળ અને અડધી મૂંછ કાપી નાંખી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી જઇને ત્રણે યુવાનની અટકાયત કરી સારવાર અર્થ મરવડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે ભોગ બનેલી બાળા અને આરોપીઓનું મેડીકલ ટેસ્ટ કરાવ્યા બાદ આખરે ત્રણ આરોપી ચિન્તુ ચંચલ મિસ્ત્રી,રવિશંકર રાજેન્દ્ર રાય તથા દેવાનંદ ભરત યાદવ સામે ઇપીકો કલમ ૩૪૨, ૩૭૬ તથા ૫૧૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તમારો મત