દીવ ઓરપોર્ટ નજીક વાડી વિસ્તારમાં આજે બપોરનાં બે વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠતાં જોત-જોતામાં આગે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આ ભીષણ આગથી પ્રખ્યાત હોકાનાં અસંખ્ય વૃક્ષોનો સોથ બોલી ગયો હતો. પવનની દિશા એરપોર્ટ તરફ હોવાથી આગનાં તણખા એરપોર્ટનાં પાછળનાં વિસ્તારમાં ઉડીને આવતા રનવેની આસપાસનું ઘાસ ખાક બન્યુ હતુ.
જો કે રનવેને કોઇ નુકશાની પહોંચી ન હતી. એરપોર્ટ ઓથોરીટીએ પણ તાત્કાલિક ધોરણે સાવચેતીનાં પગલા ભર્યા હતા. દીવ ફાયર સ્ટેશનને બપોરનાં ૨:૧૫ કલાકે આગની જાણ થતાં બે બંબા સાથે સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી.