Advertisement
Home >> Gujarat >> Gujarat ni Gupsup >> Equinoxx, Frameboxx Founder Aashit Shah

સચિનને રોલ મોડલ માનતા યુવાને US છોડી ગુજરાતમાં કર્યો ઇફેક્ટનો જાદુ

divyabhaskar.com | Jun 28, 2012, 15:39PM IST
 
 


-એડોબ અને ઈબે જેવી કંપનીઓમા કામ કરી ચૂક્યો છે આસિત -વતન અમદાવાદ પાછા ફરી શરૂ કરી ઈક્વિનોઝ એનિમેશન કંપની -સ્ટિવ જોબ્સ, અમિતાભ અને સચિનને માને છે પોતાના રોલ મોડલ

અમદાવાદમાં ઉછરેલા અને પ્રતિષ્ઠિત બિઝનેશ ફેમિલી સાથે સંકળાયેલા આસિત શાહ આજે ગુજરાતમાં અને દેશમાં એનિમેશન ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. ડીડીઆઈટી કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રીનો અભ્યાસ કર્યા બાદ આસિત શાહે કોમ્પ્યુટર સાયન્સમાં MSની ડિગ્રી માટે યુનિવર્સિટી ઑફ સાઉથર્ન કેલિફોર્નિયા (USC)માં પ્રવેશ મેળવ્યો. ગ્રેજ્યુએટ થયા બાદ આસિતે સિલિકોન વેલીમાં ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી ઘડવાની શરૂઆત કરી તથા આજે તે જુદીજુદી ટેકનોલોજી ફર્મોમાં ઘણા પદો પર કામ કરવાનો 10 વર્ષનો અનુભવ ધરાવે છે. વિદેશોમા કામ કરીને આસિત હવે ભારત પાછા ફરી ચૂક્યા છે અને તેમણે એનિમેશન ક્ષેત્રની જાણીતી કંપની ઈક્વીનોક્ષ એનિમેશનની સ્થાપના કરી છે.

આસિતે એડોબ સિસ્ટમ્સમાં કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા XMP (extensible metadata platform), એડોબ પીડીએફ ડોમ્યુમેન્ટ સર્વર અને એડોબ ફોટોશોપ ઇમેજ સર્વર જેવા જુદાજુદા પ્રોડક્ટ્સ પર પોતાનો હાથ અજમાવ્યો. જ્યાર બાદ આસિતે 100 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ eBay Inc માં કામ કર્યું.

અહીંયાથી આસિતના જીવનમાં નવો વળાંક આવ્યો અને અમેરિકામાં 6 વર્ષ રહ્યાં બાદ અમદાવાદ આવી ઈક્વિનોક્ષ એનિમેશન એન્ડ વિઝ્યુઅલ કંપનીની સ્થાપના કરી. જે આજે ક્રિએટિવ આર્ટ, ટુડી અને થ્રીડી એનિમેશન ફિલ્મ બનાવવા માટે જાણીતી છે. ઇક્વિનોક્સ દ્વારા ફ્રેમબોક્ષ નામે એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ શિખવા ઈચ્છતા લોકો માટે ટ્રેનિંગ સેન્ટરો પણ અમદાવાદમાં ચલાવવામાં આવે છે.

અમેરિકામાં નોકરી છોડી વતન ગુજરાત પાછા ફરેલા યુવાન આસિત શાહ મ્યુઝિક અને આઈફોન ક્ષેત્રે ક્રાંતિકારી શોધ કરનારા સ્ટિવ જોમ્બને પોતાના રોલ મોડલ માને છે. એટલુ જ નહીં તે અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરને પણ પોતાના આદર્શ માને છે.

ગુજરાતનું એક એવું સ્થળ, જેણે એ ન જોયું એ 'જીવતો મુઓ'-વાંચવા માટે ડાબી બાજુના રિલેટેડ આર્ટિકલ પર ક્લિક કરો



 
 
 

Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment