-દાનહને ટૂરિઝમ તરીકે વિકસાવવા માટે સમજણ આપી
-સ્થાનિક કક્ષાએ ઇકો ટૂરીઝમને મહત્વ આપવાની માગ કરવામાં આવી
-કોઇપણ પ્રકારની છેડછાડ વગર ટૂરિઝમ માટે તૈયાર કરવું
સંઘપ્રદેશ દાનહને ઇકો ટૂરિઝમ સ્પોટના રૂપમાં વિકસીત કરવા વન અને અન્ય પર્યાવરણ મંત્રાલય દ્વારા બુધવારે સેલવાસમાં વન વિભાગોના બધા જ કર્મચારીઓને અને અધિકારીઓને પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોહતો. જેમાં દાનહને ટૂરિઝમ તરીકે વિકસાવવા માટે સમજણ આપી હતી. આ પ્રસંગે દાનહના ઉપવન સંરક્ષક બિરેન્દ્ર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
દાનહના આર્થિક વિકાસને નવા રૂપમાં લઇ જવા માટે સ્થાનિક કક્ષાએ ઇકો ટૂરીઝમને મહત્વ આપવાની માગ કરવામાં આવી રહી છે. ઇકો ટૂરિઝમ માટે બુધવારે સેલવાસની યાત્રી નિવાસ હોટલમાં બેઠક મળી હતી. વન અને પર્યાવરણ મંત્રાલયની સંસ્થા નેશનલ એફોરેસ્ટેશન એન્ડ ઇકો ડેવલપમેન્ટ ર્બોડ દ્વારા દાનહના વન વિભાગમાં કાર્યરત કર્મચારીઓને અધિકારીઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં એન.એફ.ઇ. ડીબી તરફથી ડો. એન. સી. પાંડેય, ડો. એસ. એમ. ક્ષીરસાગર, વીકી પટકીવ ભૂપટે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાનહના ઉપસંરક્ષક બિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે દાનહની ભોગોલિક સ્થિતી એવી છે કે અહીં પ્રાકૃતિક સૌદર્ય ભરપુર હોવાની સાથે સાથે અહીંની સાંસ્કૃતિક વિરાસત પણ અનોખી છે. જેના કારણે અહી એક સુંદર ઇકોટૂરિઝમ સ્પોટની સંભાવનાઓ રહેલી છે અને તેનો વિકાસ કરી શકાય છે.
અહીંની ખાસિયત પર્યટકોને પોતાના તરફ ઝડપથી ખેંચી શકે છે. આ પ્રસંગે નેશનલ એફોરેસ્ટેશન એન્ડ ઇકો ડેવલપમેન્ટ ર્બોડના ડો. એન.સી. પાંડેયે જણાવ્યું કે ઇકો ટૂરિઝમનો અર્થ હાલની પ્રાકૃતિક સ્વરૂપ સાથે કોઇપણ પ્રકારની છેડછાડ વગર ટૂરિઝમ માટે તૈયાર કરવું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંત્રાલય અને ર્બોડને વિશ્વાસ છે કે દાનહમાં ઇકોટૂરિઝમની પુરતી સંભાવનાઓ છે. જેથી મંત્રાલય દ્વારા આ પ્રદેશને ઇકોટૂરિઝમ માટે નામાંકિત કરાયું છે. કારણ કે વેસ્ટર્ન ઝોનમાં દાનહ એક એવું સ્થાન છે જે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે સ્થિત છે. અને પર્યટકોને આ વન ક્ષેત્રમાં સરળતાથી પહોંચી શકાય છે. જેથી વન વિભાગ અને પ્રસાસને દાનહને ઇકોટૂરિઝમ સ્પોટના રૂપમાં વિકસીત કરવાની આવશ્યક્તા છે.