- ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી હતા
- ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી હતી
ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના સૌથી પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. એમનો જન્મ તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના દિને અમરેલી ખાતે થયો હતો. આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો.
ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.