દમણ પ્રશાસનના એસસી,એસટી કોર્પોરેશન દ્વારા યુવાનોને રોજગારી મળી શકે તેવા ઉદેશ્યથી ડ્રાયવિંગની પ્રશિક્ષણ આપીને પ૦ એસસી,એસટી યુવાનોને પ્રશાસક નરેન્દ્રકુમારના હસ્તે ડ્રાઇવિંગ લાઇસન્સ એનાયત કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ કેતન પટેલ અને પૂવe સાંસદ ડાહ્યાભાઈ પટેલ દ્વારા પ્રશાસકને રજુઆત કરવામાં આવી કે દમણમાં એસસી,એસટી કવોટામાંથી યુવાનોને ટેક્સી અથવા રીક્ષાની પરમિટ આપવામાં આવે જેથી કરીને તેઓ પણ પોતાના પગ ઉપર ઉભા રહી શકે.
દમણમાંથી ૧૪૨ અરજીઓ આવી હતી જેમાંથી મોટાભાગની પંચાયત વિસ્તારમાંથી આવી હતી તેમાંથી પ૦ અરજીની પસંદગી કરીને તેઓને ડ્રાયવિંગની પ્રશિક્ષણ આપીને લાઈસન્સ આપવામાં આવ્યુ હતું.
પ્રશાસક નરેન્દ્રકુમારે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે એસસી,એસટી ર્કોપોરેશનની જવાબદારી બને છે કે તેઓ સમાજ પ્રત્યે યુવાનોને સહાયતારુપ નિવડે. તેથી જેકબ કંપનીના આયોજકથી પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતું. ગારમેન્ટ મેન્યુફેકચર ર્કોષમાં યુવાનોએ ભાગ લેવાની જરૂર છે કારણ કે આ કોર્સ બાદ રોજગારીની તકો ઘણી મળે છે અને તેમાં આગળ આવવાની પણ ઘણી સંભાવનાઓ રહેલી છે. અને જો કોઇ યુવાન આ ક્ષેત્રમાં ઉત્તમ કરી શકે તો પોતે ઘરમાં જોબ વર્ક કરીને ઉદ્યોગ પણ સ્થાપી શકે છે. પ્રશાસન દ્વારા ગારમેન્ટ મેન્યુફેકચર કોર્સની શરૂઆત કરવામાં આવી છે.