મોટી દમણ સ્મશાનમાં એક મહિનાથી પાલિકા દ્વારા લગાવામાં આવેલા પેવર બ્લોક તથા બીજા વિવિધ સામાનોની ચોરી થતી રહેતી હતી. આ બાબતે શનિવારે પૂર્વ કાઉન્સિલર તથા સ્મશાનના પ્રમુખે મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે ફરિયાદ કરી શંકાના આધારે ભામટીના ઇસમનું નામ આપ્યું છે.
મોટી દમણમાં આવેલા સ્મશાન ભૂમિમાં દમણ નગરપાલિકા દ્વારા પેવર બ્લોક લગાવામાં આવ્યા હતા. હવે એક મહિનાથી સ્મશાન ભૂમિમાંથી આ પેવર બ્લોક તથા વિવિધ ક્રિયાકમનો સામાનોની ચોરી થઇ રહી હતી. તેથી આ બાબતે શનિવારે દમણ પાલિકાના પૂર્વ કાઉન્સિલર તથા સ્મશાનના પ્રમુખ અશોક રાણાએ મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં શંકાના આધારે ભામટીના રેહ. બાબરભાઇ પટેલનું નામ પણ આપવામાં આવ્યું છે. પોલીસે આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.