Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Div-Daman City
 

દમણ પુલ દુર્ઘટનાના પીડિત વાલીઓની સાત અધિકારી સામે ગુનો દાખલ કરવા માગ

 
Source: Bhaskar News, Daman   |   Last Updated 12:31 AM [IST](24/01/2012)
 
 
 
 
Advertisement
 
વિભાગીય કાર્યવાહી નહીં થતા ભ્રષ્ટાચારની ગંધ

સંઘપ્રદેશ દમણના પુલ દુર્ઘટનાના પીડિત વાલીઓએ સોમવારે પ્રશાસકને દુર્ઘટનામાં જવાબદાર સાત અધિકારીઓને નિયમ મુજબ કાર્યવાહી કરવા માગ કરી હતી. જાહેર બાંધકામ વિભાગના સાત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ૩૦૪ પાર્ટ-૨ મુજબ ગુનો દાખલ કરાયો હતો. વાલીઓએ પાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ ટંડેલની આગેવાનીમાં વળતર તથા સરકારી નોકરી આપવા અંગે પણ રજૂઆત કરી હતી.

નાની દમણ અને મોટી દમણને જોડતો દમણ ગંગા નદી પરનો જૂનો પુલ ૨૮ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ ધરાશય થતા ૨૮ માસુમ બાળકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ દમણ સેશન કોર્ટે ૨પ નવેમ્બર ૨૦૧૧ના આઇપીસી કલમ ૩૦૪ પાર્ટ-૨મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર ભારત સરકારના સેન્ટ્રલ સિવિલ સવિeસના રૂલ ૧૦ મુજબ ઉપરોકત જવાબદાર અધિકારીઓ ફરજ ઉપરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવો નિયમ હોવાથી પીડિત વાલીઓએ તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ દમણના પ્રશાસક સમક્ષ કરી છે.

દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ ટંડેલ અને પીડિત વાલીઓએ પ્રશાસક નરેન્દ્રકુમારને આવેદન પત્ર આપીને જણાવ્યું છે કે, જાહેર બાંધકામ વિભાગના ભરત ગુપ્તા, ધીરુભાઇ પ્રભાકર અને અશોક પટેલે જેઓ હાલમાં પણ કસુરવાર હોવા છતાં સરકારી નોકરીની કરી રહ્યા હોવાથી તેઓને સસ્પેન્ડ કરવા રજુઆત કરી હતી. છેલ્લા આઠ વર્ષથી ન્યાયની અપેક્ષા સેવી રહેલા પીડિત વાલીઓએ પોતાની વ્યથા જણાવીને જરૂરી વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીની સગવડ કરવામાં આવે તેવી પણ માગણી કરી હતી.

આ સાથે વધુમાં વાલીઓએ કહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી નહીં થતા ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.