- ઘોઘા- દહેદ રો-રો ફેરી સર્વિસ માટે ટર્મિનલનું ભૂમિપૂજન થયું
- ઘોઘાના દરિયાપારના દેશો સાથે દરિયાઈ માર્ગે વ્યાપારી સંબંધ હતા
- મોદીએ રો-રો ફેરી સર્વિસ ટર્મિનલ નિર્માણનું ભૂમિપૂજન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસ્તરની પ્રજાસત્તાક ઉજવણી માટે ભાવનગર શહેરની સત્તાવાર મુલાકાત દરમિયાન જાણીતી ગુજરાતી કહેવત 'લંકાની લાડી અને ઘોઘાનો વર' યાદ આવી હતી.
63મા પ્રજાસત્તાક પર્વની પૂર્વપ્રભાતે ભાવનગર જિલ્લાના સાગરકાંઠે ઘોઘા બંદરે રૂપિયા 296 કરોડના મહત્વાકાંક્ષી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના ઘોઘા ટર્મિનલ નિર્માણનું ભૂમિપૂજન કરતી વખતે તેમણે આ કહેવતનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતી કહેવત 'લંકાની લાડી અને ઘોઘાનો વર'નો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે એક કાળે ઘોઘાનો સમુદ્રમાર્ગે વ્યાપાર સંબંધ દરિયાપારના દેશો સાથે વિકસેલો હતો.
તેમણે ઉમેર્યું હતું કે એકકાળે જાહોજલાલીથી ધમધમતા ઘોઘાના દરિયાકાંઠે ફરીથી સમુદ્રી યાતાયાતને શરૂ કરવાનો છે.