Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Div-Daman City
 

દમણ કોસ્ટ ગાર્ડનું ચોપર તૂટી પડ્યું : જાનહાની નહીં

 
Source: Bhaskar News, Daman   |   Last Updated 2:57 AM [IST](31/08/2011)
 
 
 
 
 
હેંગરમાંથી રન વે ઉપર લાવતા આ દુર્ઘટના બની

વલસાડમાં આવેલા પૂરમાં આ ચોપર કાર્યરત હતું


દમણ કોસ્ટગાર્ડના એર સ્ટેશન ખાતે બુધવારે સવારે એક ચોપર હેલિકોપ્ટર એરસ્ટેશનના હેંગરમાંથી રન વે ઉપર આવતા અચાનક આગળનું વ્હીલ તૂટી જતા એક બાજુ નમી પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત ત્રણ વ્યક્તિ સવાર હતા. જો કે આ ઘટના ટેક ઓફના સમયે બનતા કોઇ જાનહાની થઇ નથી. દમણ કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર ગતરોજ વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરક્ષણ માટે કાર્યરત હતું. બુધવારે પણ આ હેલિકોપ્ટર સવારે વલસાડ નિરક્ષણ માટે દમણ એર સ્ટેશનથી રવાના થઇ રહ્યું હતું.

એર સ્ટેશનના હેંગરમાંથી રન વે ઉપર લાવતા અચાનક ટેકનિકલ ખામી સજૉતા તેનું આગળનું વ્હીલ તૂટી જતા એકબાજુ નમી પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલોટની સાથે બીજા બે મળી કુલ ત્રણ જણા સવાર હતા. જો કે આ ઘટના ટેક ઓફના સમયે બનતા કોઇ જાનહાની થઇ ન હતી, પરંતુ ચોપરને નુકસાન થયું છે. આ ઘટના બાદ તાત્કાલિક કોસ્ટગાર્ડના આઇજી બી.એસ બસરાએ ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરીને આંતરિક તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલે દમણ કોસ્ટગાર્ડના પીઆરઓએ જણાવ્યું કે, ચોપરમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની છે, જેની આંતરિક તપાસના આદેશ આપી દેવાયા છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.