Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Div-Daman City
 

કલ્પના ઈન્ડસ્ટ્રિઝના ડાયરેકટરની સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા ધરપકડ

 
Source: Bhaskar News, Daman   |   Last Updated 1:54 AM [IST](20/01/2012)
 
 
 
 
Advertisement
 
દમણ અને સેલવાસમાં યુનિટ ધરાવતી કલ્પના ઈન્ડસ્ટ્રિઝ R ૨ કરોડની એક્સાઇઝ ડ્યૂટી ચૂકવવામાં નિષ્ફળ નિવડતાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી

દમણ અને સેલવાસમાં યુનિટ ધરાવતી કલ્પના ઈન્ડસ્ટ્રિઝના ડાયરેકટરની વાપી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરચોરી ભરપાઇ ન કરવાના કેસમાં ઘરપકડ કરાઇ છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે ગત અઠવાડિયા દરમિયાન કલ્પના ઈન્ડસ્ટ્રિઝમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તેમની કંપનીમાંથી R ૨ કરોડની કરચોરી પકડાઇ હતી. જે ચૂકવવામાં કસૂર કરતાં તેના ડાયરેકટરને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાની કસ્ટડીમાં પૂરી દીધા છે. જેના પગલે દમણ, સેલવાસ અને વાપીના ઔધ્યોગિક આલમમાં ભારે ચર્ચા ચાલી છે.

એક્સાઇઝના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કલ્પના ઈન્ડસ્ટ્રિઝના મુંબઇ સ્થિત ડાયરેકટર રાજેશ કોઠારીની ગુરુવારે વાપી એક્સાઇઝના આસિસ્ટન્ટ કમિશનર અનુરાગ સાહેગલની ટીમે ધરપકડ કરી હતી. પ્લાસ્ટિકના દાણામાંથી પ્લાસ્ટિકની વિવિધ પેદાશો બનાવનાર કલ્પના ઈન્ડસ્ટ્રિઝમાં એક્સાઇઝ વિભાગ દ્વારા ગત અઠવાડિયા દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

જેમાં તેમની દમણ અને સેલવાસના બંને યુનિટ મળી કુલ R ૨ કરોડની ડ્યૂટીની ચોરી પકડાઇ હતી. એક્સાઇઝ દ્વારા તેમને આ ડ્યૂટીની ચૂકવણી માટે નોટિસ પણ પાઠવી હતી, પરંતુ તેમના દ્વારા આ ડ્યૂટીની ચૂકવણીમાં કસર કરાઇ હતી. જેના પગલે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને હાલ તેમના સર્ચ ઓપરેશનમાં R ૨ કરોડની એક્સાઇઝ ડ્યૂટીની ચોરી પકડાઇ છે. હાલ તેમની બંને ફેકટરીમાં સર્ચ ઓપરેશન ચાલું છે. જે દરમિયાન હજુ વધુ ડ્યૂટીની ચોરી બહાર આવવાની સંભાવના હોવાનું એક્સાઇઝના સૂત્રોએ જણાવ્યું હતું.

એક્સાઇઝના સર્ચ ઓપરેશન અને ડિરેક્ટરની ધરપકડની આ ઘટનાને પગલે દમણ સેલવાસ ઉપરાંત વાપીના ઔધ્યોગિક આલમમાં પણ ચકચાર મચી ગઇ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.