પ્રશાસક નરેન્દ્રકુમારના હસ્તે મોનિટરીંગ રૂમમાંથી કલીક કરીને સીસીટીવી વી કેમેરાનુ વિધિવત ઉદ્દઘાટનદમણ પોલીસની વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યુ
દમણ પોલીસ દ્વારા પ્રદેશમાં ચાલતી ગતિવિધી ઉપર નજર રાખવા અને કાનૂન વ્યવસ્થા ને મજબૂત બનાવાના હેતુસર દમણના ૧૩ જાહેર સ્થળો ઉપર ૨પ સીસીટીવી કેમેરા મુકાયા છે. આ કેમેરા મુકવાથી દમણમાં આતંકવાદીઓ અને અસામાજિક ગતિવિધી ઉપર નજર રાખી શકાશે અને સમુદ્ર કિનારાની પણ સુરક્ષા કરી શકાશે. સંઘ પ્રદેશના પ્રશાસક નરેન્દ્રકુમારના હસ્તે ગુરુવારે સીસીટીવી કેમેરાના કંટ્રોલ રુમ તથા મોનિટરિંગ રૂમમાં કમ્પ્યુટરની કલીક બટન દબાવીને વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ્રશાસકના હસ્તે દમણ પોલીસ વિભાગની વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું.
દમણના જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવાની જરૂર ઊભી થઇ હતી અને તે અંગે રજૂઆતો થઈ હતી. દમણમાં બનતા અકસ્માતનો બનાવો, અસામાજિક તત્વો દ્વારા ગુંડાગર્દી, જમ્પોર અને દેવકા દરિયા કિનારે પર્યટકો સાથે બનતા મારામારી તથા છેડતીના બનાવોને ધ્યાનમાં રાખી ૨૫ સીસીટીવી કેમેરા મુકાયા છે. જે પપ લાખ રૂપિયાના ખર્ચે થયો છે. મોટી દમણના સચિવાલય, જમ્પોર દરિયા કિનારે, દેવકા દરિયા કિનારે, મોટી દમણ પોલીસ સ્ટેશન, ડાભેલ આઉટ પોસ્ટ, કચીગામ આઉટ પોસ્ટ, કલેરીયા આઉટ પોસ્ટ, ભીમપોર આઉટ પોસ્ટ, મોટી દમણ શહેરી વિસ્તારોમાં, ટેક્સી સ્ટેન્ડ, ડાભેલ ચેક પોસ્ટ, કચીગામ ચેક પોસ્ટ વિસ્તારમાં બે-બે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
મોટી દમણ જેટી ઉપર એક સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ તમામ કેમેરાના કંટ્રોલ રુમ નાની દમણ દલવાડામા આવેલા પોલીસ હેડકોર્ટસના ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં મોનિટરીંગ રૂમમાંથી ઓપરેટ કરીને તમામ ગતિવિધી ઉપર નજર રાખવામા આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે ૨૪ કલાક માટે આ કેમેરા ચાલુ રાખવામા આવશે તથા ૩૦ દિવસ સુધી રેકોડીંગની કેપેસીટી છે. ૩૦ દિવસ બાદ રેકોડીંગનું સીડીમાં બેક અપ લેવામાં આવશે. આ ઉદ્દઘાટન પ્રસંગે વિકાસ આયુકત મોહનજીત સિંગ, નવા ડીઆઇજી રાજેશ ખુરાણા તથા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.