દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનમાં ૬ મહિનાની પાઇલોટની તાલીમ લીધા બાદ શુકવારે ૧૦ કોમર્શિયલ પાઇલોટનું લાઇસન્સ લેનારાઓને કોસ્ટગાર્ડના આઇજી બસરાના હસ્તે એવોર્ડ આપી સન્માન કરાયું હતું.
દમણના દલવાડા ખાતે આવેલા કોસ્ટગાર્ડ એર સ્ટેશનમાં શુક્રવારે કોસ્ટગાર્ડ દ્વારા ૬ મહિનાની પાઇલોટની તાલીમ સંપન્ન થયા બાદ ઉપસ્થિત તાલીમાર્થીઓને એવોર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ચોથા બેચમાં ૧૦ તાલીમાર્થીઓએ કોસ્ટગાર્ડના પાઇલોટની તાલીમ લીધી હતી. જેમાં ૭ પુરષ અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોસ્ટ ગાર્ડના આઈજીએસ પી.એસ. બસરાના હસ્તે તાલીમાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વૈભવ મિતલને તમામ સ્તરે નપિુણ કામગીરી બદલ ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે આસિસ્ટન્ટ કમાડન્ટ તારેશ રમેશનને બેસ્ટ ફલાઇંગનું ઇનામ ફાળે ગયું હતું. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ યોગંક પનવાર અને પારડી તાલુકાના ઉદવાડાની રીમા પટેલને પણ પાઇલોટનો એવોર્ડ એનાયત કરાયો હતો.
ગાંધીનગરની પૂજા પટેલ બાદ રીમા પટેલ કોસ્ટગાર્ડની તાલીમ લઈ પાઈલોટ બનનાર બીજી ગુજરાતી યુવતી છે. આ એવોર્ડ પ્રસંગે પાઇલોટનું ઇનામ મેળવનાર ઉમેદવારોના માતા-પિતા તથા કોસ્ટગાર્ડનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.