
પોળમાં ગ્રાન્ડ વેલકમ
પતંગ ચગાવીને અમિતાભ બચ્ચન જ્યારે જઈ રહ્યા હતા ત્યારે લોકોએ બેનરો બતાવ્યા હતા કે ‘ખાડિયા નહીં દેખા તો કુછ નહીં દેખા.’ બચ્ચને લોકોના પ્રેમનો સ્વીકાર કરતા હોય તેમ પોતાની કારના સન રુફમાંથી બહાર નીકળી ગયા હતા અને ચારેય દિશામાં લોકોનું અભિવાદન કર્યું હતું. કામેશ્વરની પોળથી ચકલેશ્વર મહાદેવ સુધી અને છબીલા હનુમાનથી રાયપુર દરવાજા સુધી તેમણે કારના સન રુફમાંથી જ લોકોને આવકારતા પ્રસંશકો ખુશ થઈ ગયા હતા. બચ્ચનને અમદાવાદના પોળના લોકોએ ખૂબ આવકાર્યા હતા. ગીચ વિસ્તારમાં આ મહાનાયકને કોઈ પ્રોબ્લેમ ન થાય તે હેતુથી લોકોએ જાત પર ખૂબ કાબૂ રાખ્યો હતો. અમિતાભને પોળમાં જોઈને લોકોએ એબીના ઘેર એબી આવ્યા, એટલે કે અશોક ભટ્ટના ઘેર અમિતાભ બચ્ચન આવ્યા તેવા સૂત્રો પોકાર્યા હતા.
તસવીરો : વિજય આચાર્ય


















