દીવની ભુચરવાડા ગ્રામપંચાયતમાં ફરી અપક્ષનું શાસન સ્થાપીત થયું હતું. આજે યોજાયેલી ચૂંટણીમાં સરપંચ અને ઉપસરપંચ પદે અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતાં.
દીવની ભુચરવાડા ગ્રામપંચાયતનાં સરપંચ દેવજી ચીના વાળા અને ઉપસરપંચ નીશા વસંત વાળા સામે ગત તા. ૧૦/૧૦/૧૧નાં રોજ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર થયો હતો. આ પંચાયત પાંચ સભ્યોની છે. જેમાં ભાજપનું શાસન હતું. પરંતુ ભાજપનાં સરપંચ અને ઉપસરપંચ બળવો કરી કોંગ્રેસમાં ભળી ગયા હતાં. ત્યારબાદ ભાજપે અપક્ષનાં ટેકાથી અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરાવ્યો હતો.
આજે પંચાયતનાં સભાખંડમાં ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાતા સરપંચ તરીકે જેન્તીલાલ એસ. બામણીયા અને ઉપસરપંચપદે મણીબેન કાન્તુ સોલંકી ભાજપનાં ટેકાથી ચૂંટાઇ આવ્યા હતાં અને કોંગ્રેસને નવા વર્ષની બોણીમાં હાર સહન કરવી પડી હતી.