Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Div-Daman City
 

સ્કૂલની હાલત જોઇ પ્રશાસકે એન્જિનિયરને તતડાવ્યો

 
Source: Bhaskar News, Daman   |   Last Updated 2:34 AM [IST](10/08/2010)
 
 
 
 
 
હાલમાં બંધાયેલા મકાનોનું સિલીંગ ઉખડેલું નજરે પડ્યું

મોટી દમણ સચિવાલયની સામે આવેલી હાઈસ્કૂલ જેને પ્રશાસને મોડલ સ્કૂલનું સ્થાન આપવામાં આપ્યું છે, તે સ્કૂલના કલાસ રૂમોની બદતર હાલત જોઈ ફરી પ્રદેશના પ્રશાસક સત્યગોપાલે જાહેર બાંધકામ વિભાગના એકઝીકયુટીવ ઈન્જીનીયર પંકજ પટેલને ઠપકો આપ્યો હતો.

સોમવારે બપોરે મોટી દમણ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટરાઈઝ્ડ કિયોકસના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા પ્રદેશના પ્રશાસક સત્ય ગોપાલે જ્યારે હાઈસ્કૂલના કલાસ રૂમોનું નિરીક્ષણ કરવા ગયા, ત્યાં હાલમાં બંધાયેલા મકાનોનું સિલીંગ ઉખડી ગયેલુ જોઈને રોષે ભરાયા હતાં.

દમણમાં આવેલી સ્કૂલોમાંથી સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સ્કૂલનોને મોડલ સ્કુલ તરીકે જાહેર કરી છે. જેમાં ભીમપોર સ્કૂલ, ઝરી સ્કૂલ બાદ મોટી દમણ માટે આવેલી હાઈસ્કૂલનું સ્થાન આવે છે, તેની થોડા સમય પહેલાં જર્જરીત અવસ્થા હતી. પ્રશાસને જાહેર બાંધકામ વિભાગને કાર્ય સોંપીને સ્કૂલને ઉત્તમ સ્કૂલ નિર્માણ કરી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સોમવારે જ્યારે પ્રશાસક પ્રાથમિક શાળામાં કિયોકસના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા, ત્યારે કલાસ રૂમોની બદતર હાલતના કારણે ચોમાસમાં વિદ્યાર્થીઓને તકલીફ વેઠવી પડે છે. તેનો અંદાજ મેળવ્યો હતો.

ઉપરાંત શાળાની દુર્દશા જોઈને રોષે ભરાયેલા પ્રશાસકે જાહેર બાંધકામ વિભાગના એકઝીકયુટીવ ઈન્જીનીયર પંકજ પટેલને ઠપકો આપ્યો હતો અને કહ્યું કે આ છેલ્લા વખત છે, હવે ફરીથી કોઈ ફરિયાદ આવી તો?
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.