ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે યોજાઈ રહેલી છઠ્ઠી વાઇબ્રન્ટ સમીટ માત્ર ઇન્વેસ્ટર્સ સમીટ ન રહેતાં દેશનો સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો બનશે તેવો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે આ સમીટમાં ઊભું કરાયેલું એક્ઝિબિશન એ દુનિયાનું સૌથી મોટું ટેમ્પરરી એક્ઝિબિશન હશે તેવો વિશ્વાસ પણ સરકાર વ્યક્ત કરી રહી છે. કારણ બે વર્ષ પહેલાં યોજાયેલી સમીટમાં ૨પ હજાર ચોરસ મીટરમાં એક્ઝિબિશન બનાવાયું હતું અને તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું જ્યારે આ સમીટમાં તો તેના કરતાં ચાર ગણી વધુ જગ્યા એટલે કે એક લાખ ચોરસ મીટરમાં એક્ઝિબિશન બનાવાયું છે. જે દુનિયાના સૌથી મોટું ટેમ્પરરી એક્ઝિબિશન સ્ટ્રક્ચર તરીકેનો રેકોર્ડ બનાવશે જેની એક ઝલક...
તસવીરો - કલ્પેશ ભટ્ટ