Divya Bhaskar
GUJARAT
Home » Gujarat » Gujarat Ni Gupsup » Rain In Gujarat

વંટોળ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ, જુઓ તસવીરો

divyabhaskar.com | Feb 15, 2013, 10:15AM IST
વંટોળ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ, જુઓ તસવીરો

હવામાં ભેજ અને ગરમી વધવાથી હવામાનમાં સર્જાયેલા સ્થાનિક પરિબળોની અસર હેઠળ આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો  છે. અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો  તો પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામ શહેરમાં તો બીજી બાજું ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. ત્રણેક દિવસથી ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગુરુવારના રોજ સવારે ગિરિમથક સાપુતારા ખાતે કડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો



સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં ઠેર-ઠેર ઝરમરિયો વરસાદ વરસ્યો હતો. ધ્રાંગધ્રા શહેર તથા રણકાંઠાના ગામડાંઓમાં ચોમાસું માહોલ વચ્ચે ઝાપટા પડયા હતા. હળવદ શહેર ઉપરાંત, તાલુકાના લગભગ તમામ ગામો માવઠાંની ઝપટમાં આવી ગયા હતા.



આહવા પંથકમાં પણ ગુરૂવારે વરસાદ પડયો હતો. આ દરમિયાન બપોરબાદ સાડાચાર વાગ્યે આહવા-ચીંચલી રોડ ઉપર આવેલ પીપલઘોડી ગામે ખેતરમાં કામ કરતા ૪૩ વર્ષીય શખ્સ ભવાન ટી. ગાંવિતના શરીર ઉપર વીજળી પડતા ભવાન બેભાન થઈ ગયો હતો. ભવાનને સારવાર માટે તાબડતોડ ૧૦૮ એમ્બ્યુલન્સમાં આહવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર મળતા ભવાનની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.



વધુ અહેવાલો અને તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 1

 
Advertisement
Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment