મોદીએ શા માટે આમને બનાવ્યા પ્રધાન? મળ્યું કઈ વાતનું આમને ઈનામ

16 પ્રધાનોએ ગુરૂવારે લીધા શપથ, સાત ધારાસભ્યોને મળ્યું કેબિનેટ પ્રધાનનું પદ
નરેન્દ્ર મોદીએ આજે સવારે 11.50 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સતત ચોથીવાર મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. નરેન્દ્ર મોદીને રાજ્યપાલ કમલાજીએ શપથ લેવડાવ્યા હતા. મોદીએ ઇશ્વરના સોગંધ લઈને શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે સોળ પ્રધાનોએ શપથ લીધા હતા. સાત પ્રધાનોએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતાં, જ્યારે નવ પ્રધાનોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતાં.
નરેન્દ્ર મોદીએ ચાર નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. મોટાભાગની જૂની ટીમને રિપિટ કરવામાં આવી છે. ટીમ મોદીની જાહેરાત થતાં જ તેના સબળ પાસા અને કોને શા માટે સ્થાન મળ્યું, તે અંગે ચર્ચા ચાલુ થઈ ગઈ છે. જ
સૌપ્રથમ નીતિન પટેલે કેબિનેટમંત્રી તરીકે લીધા શપથ હતા. તેમના પછી આનંદીબેન પટેલ, રમણ વોરા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટલ, ગણપત વસાવા અને બાબુભાઈ બોખરિયાએ શપથ લીધા હતા. આ પછી મોદીના રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, પરબત પટેલ, વસુબેન ત્રિવેદી, પ્રદિપસિંહ જાડેજા, લીલાધર વાઘેલા, રજનીકાંત પટેલ, ગોવિંદભાઈ પટેલ, નાનુભાઈ વાનાણી અને જયંતિ કવાડિયાનો સમાવેશ થાય છે.
મોદીએ શા માટે આમને બનાવ્યા પ્રધાન? આ અંગે વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...






