જ્યારે અ'વાદની આવી યાદ, પાર્ટીમાં ગુજરાતીઓની મોજભરી મસ્તી

મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો વોર્સોવ રે...
પોલેન્ડની રાજધાની વોર્સોવમાં બોલિવૂડ પાર્ટીમાં મેહંદીના સ્ટોલનું આકર્ષણ
વિદેશી મહિલાઓ તથા યુવતીઓના હાથ કલાત્મક મેહંદીથી શોભી ઉઠ્યા
હાથોને ચાર ચંદ લગાવી દેતી મેહંદી વિષે લખાયું છે કે મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત પરંતુ હવે બદલાયેલા જમાના સાથે આ ઉક્તિને પણ બદલવી પડે તેમ છે. ભારતીય મહિલાઓની શાન ગણાતી મેહંદી હવે વિદેશોમાં પણ પ્રખ્યાત થવા લાગી છે તેનો તાદ્રશ નમુનો પોલેન્ડની રાજધાની વોર્સોવમાં જોવા મળીયો હતો.
વોર્સોવ શહેર તેની નાઇત લાઈફ માટે સમગ્ર યુરોપમાં જાણીતું છે. રાતના સમયે શહેરની ડિસ્કો ક્લબમાં જામતી રંગતો વોર્સોવની અલગ ઓળખ ઉભી કરે છે. વોર્સોવના હાર્ટ ગણાતા સેન્ટરમ વિસ્તારની ડિસ્કો ક્લબમાં બોલીવુડ નાઇતનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્સોવમાં રેહતા ભારતીયો ઉપરાંત પોલેન્ડના લોકો પણ પાર્ટીમાં સહભાગી થયા હતા.
ગુજરાતી, હિન્દી, તમિલ અને પંજાબી ગીતો ઉપર હાજર રહેલા લોકો ખુબ ઝૂમ્યા હતા. પાર્ટીનું મુખ્ય આકર્ષણ હતું મેહંદી. ક્લબના પ્રવેશ દ્વાર ઉપર મેહંદીનો સ્ટોલ લગાવ્યો હતો. આ સ્ટોલ ઉપર પોલેન્ડની મહિલાઓ અને યુવતીઓ ખુબ ઉત્સાહથી મેહંદી મુકાવતી હતી. હાથોમાં સજેલી મેહેંદીને વિદેશી યુવતીઓ ભારે ગર્વથી તેમની સખીઓને બતાવતી હતી. આ દ્રશ્યો જોતા એમ જ કહેવાનું મન થાય છે કે મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો પોલેન્ડ રે...
વિદેશી નૃત્યાંગનાઓ બોલીવુડના ગીતો ઉપર મન મુકીને થીરકી
વોર્સોવમાં યોજાયેલી બોલીવુડ પાર્ટીમાં શીલા કી જવાની, જેવા સુપર હિત ગીતો ઉપર વિદેશી નૃત્યાંગનાઓ ઠુમકા લગાવ્યા હતા. એક ખાસ વાતચીતમાં નુત્યંગા પૌલીના નોવાક અને જુલિયા ઓટ્રેગા એ જણાવ્યું હતું કે અમે છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ડાન્સ શીખી રહયા છે. જ્યારે પણ બોલીવુડ પાર્ટી યોજાય છે ત્યારે અમે અહી પરફોર્મ કરીએ છીએ. અમારી ઈચ્છા ભારતની મુલાકાત લેવાની છે તથા ત્યાના સ્થાનિક નૃત્યો વિષે જાણકારી મેળવાની છે.
વતનની યાદ આંખમાંથી આંસુ બની સારી આવે છે
મારું વતન અમદાવાદ છે પરંતુ વર્ષોથી વોર્સોવમાં રહું છું. બોલિવૂડ પાર્ટી યોજાય છે ત્યારે વતનમાં હોય તેવો અનુભવ થાય છે. ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો અને ગરબાની શાન એટલે ઢોલી તારો ઢોલ વાગે. જ્યારે આ ગીત ઉપર વોર્સોવમાં ગુજરાતીઓને ઝૂમતા જોવ છું ત્યારે વતનની યાદ આંખોમાંથી આંસુ બની સરી પડે છે. - અરુણ બારોટ, નિવાસી, વોર્સોવ
પોલેન્ડની યુવતીઓમાં મેહંદીનો વધી રહેલો ક્રેઝ
ભારતીય સંસ્કૃતિ પોલેન્ડમાં ધીરે ધીરે જાણીતી બની રહી છે. અહીની યુવતીઓ તથા મહિલાઓમાં ભારતીય વસ્ત્રો તેમજ અન્ય સૌદર્ય પ્રશાધનો વિશેની ઉત્કંઠા વધી રહી છે. બોલીવુડ પાર્ટીમાં મેહંદીના સ્ટોલ ખાતે સ્થાનિક મહિલાઓ તથા યુવતીઓ પોતાના હાથને મેહંદી થી સજાવી રહી છે તે જોતા આનંદની લાગણી થાય છે. ભારતીય મેહંદીને પોલેન્ડમાં વધુ અને વધુ પ્રખ્યાત કરવાની દિશામાં હજી વધારે પ્રયત્નો કરીશું . પોલેન્ડ અને ભારત વચ્ચે પ્રવાસન તથા શિક્ષણના શેત્રે પણ સહયોગ વધારવા પહેલ કરીશું. પ્રણવ નગર, આયોજક , બોલીવુડ નાઇત
છેલ્લા ત્રણ વર્ષથી મેહંદી મુકવાની કળા શીખી રહી છું
વોર્સોવમાં આયોજિત ઇન્ડો પોલીશ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી વેળા ભારતીય મેહંદી ને જોતા જ હું પ્રભાવિત થઇ હતી અને મેહંદી મુકવાની કળા માં રસ જાગ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી મેહંદી મુકવાનું શીખી રહી છું. બોલીવુડ પાર્ટીમાં હું પોલેન્ડની યુવતીઓને મેહંદી મૂકી આપું છું. હું એટલું જરૂરથી કહીશ કે ભારતીય સંસ્કૃતિ ઘણી જ અદભૂત છે. - કીન્ગા , મેહંદી મુકનાર યુવતી
કલ્પેશ ગુર્જર , વોર્સોવ, પોલેન્ડ






