અંબાજી મંદિર :
વેદ પહેલાંના સમયથી પુજાતા માતાજીનું આ મુખ્ય મંદિર છે. તેમને ઘણીવાર આસુરી અંબાના નામે ઓળખવામાં આવે છે. અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ-પશ્ચિમ છેડે સરસ્વતી નદીના સ્રોત પાસેના આસુર પર્વતમાં આ મંદિર આવેલું છે.
નાના મંદિર પર ફરકતો લાલ ધ્વજ પવનમાં ફરફરીને આવકારે છે. સોનાના શંકુ ધરાવતા સફેદ આરસપહાણનું બનલું મંદિર મૂળે નાગર બ્રાહ્મણોએ બનાવેલું. આગળના ભાગે મુખ્ય પ્રવેશદ્વાર અને એક નાનકડું ઉપ-દ્વાર છે, એવું મનાય છે કે અંબાજી માતાજી બીજા કોઈ દરવાજાની મનાઈ ફરમાવી છે. મંદિર ચાચર ચોકના નામે ઓળખાતા ખુલ્લા ચોકથી ઘેરાયેલું છે, જ્યાં હવન જેવી ધાર્મિક વિધિઓ થાય છે.
અંબાજી મંદિરની રસપ્રદ માહિતી અને કેવી રીતે પહોંચવું, એ બધું વાંચવા તસવીરો બદલતાં જાવ...