નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયા છે? શું કરે છે?

છ ભાઈ-બહેનોના મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલા નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા.
મધ્યમ વર્ગીય કુટુંબ હોવા છતાં, ઘરમાં બધાં જ ભાઈ-બહેનો સુશિક્ષિત છે. મર્યાદિત આવક અને છ બાળકોનાં માતા-પિતા હોવાં છતાં, તેમના પિતાએ બાળકોને ભણાવવામાં પાછી પાની નથી કરી. નરેન્દ્રભાઇ મોદીના પિતા તો અત્યારે હયાત નથી, પરંતુ તેમનાં માતા હજી હયાત છે. તેમનાં માતા હીરા બા જ્યાં સુધી જાતે કામ થયું હતું ત્યાં સુધી વડનગરમાં તેમના જૂના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી તબિયત નરમ-ગરમ રહેવાથી નરેન્દ્રભાઈના સૌથી નાનાભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગરમાં રહે છે.
એસએસસી બાદ ઘર છોડ્યા બાદ, નરેન્દ્રભાઈ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યા.
તેમના ભાઈ બહેનો પણ અત્યારે ક્યાં છે અને શું કરે છે, જાણવા જુઓ આગળની તસવીરો........





