દીવમાં ખારવા સમાજ દ્વારા દરીયાદેવ પાસે સ્વજનોની સુરક્ષા માંગી વહાણને ધજારોહણ કરાયું હતું. આજે શ્રાવણ માસની પૂણિgમા-રક્ષાબંધન નિમિત્તે વાવટાપર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. ખારવા સમાજની બહેનો દ્વારા કુળદેવને નૈવેધ્ય ધરી શ્રીફળ, ફુલ, ચોખા, ગંગાજળ પધરાવી દરીયાદેવની ભાવભેર પૂજા કરી હતી. ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. અને સમાજનાં મોટાભાગનાં વ્યક્તિઓ જહાજમાં સીમેન તરીકે નોકરી કરતાં હોવાથી સમુદ્રની આ દિવસે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ધુપ-દીપ કરી દરીયાદેવ પાસે સ્વજનો અને પરિવારની સુરક્ષા માંગે છે. ઉપરાંત આજીવીકાનાં સાધન વહાણ-હોડીને ધ્વજારોહણથી શણગાર કરી દરીયામાં ધંધા માટે મુકે છે. ઘોઘલા ગામમાં આવેલા સાત ચોરામાં દરેક ચોરામાં વાવટા સ્થાપીત કરવામાં આવે છે. બપોર પછી સાતેય ચોરાનાં વાવટાની શોભાયાત્રા નીકળી હતી.