પોલીસ બહાદુરને લઇને દીવ નજીક વાંસોજ રોડ ઉપર અહેમદપુર માંડવી ચેક પોષ્ટ નજીકની એક હોટલમાં પણ લઇ ગઇ હતી. જયાં દોઢથી બે કલાક સુધી પોલીસ રોકાઇ હતી. જે રૂમમાં શાર્પ શૂટરો રોકાયા હતા ત્યાં બહાદુરસિંહને લઇ જઇને પોલીસે પુછપરછ કરી હતી.એ વખતે પોલીસે આસપાસમાંથી બધા વાહનો અને ટોળે વળેલા લોકોને દૂર ઊભા રખાવ્યા હતા. પુછપરછ વખતે જોકે, હોટલ માલિકની સુચક ગેરહાજરી પણ જોવા મળી હતી. બાદમાં શાર્પ શૂટરોને બીજે ક્યાં રખાયેલા તેનાં સગડ મેળવવા ઊના પંથકનાં ગામડાં પોલીસ ખુંદી રહી છે.