કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાં આગામી સાતમ-આઠમનાં તહેવારો દરમ્યાન પ્રવાસીઓ ઉમટી પડશે. ખાસ કરીને પ્યાસીઓનો વધુ પ્રમાણમાં ઘસારો રહેશે. પર્યટકોની આગવી સરભરા માટે હોટલ માલિકો દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી
દેવાઈ છે.
રમણીય દરિયાકાંઠો ધરાવતાં કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાં પ્રતિ વર્ષ સાતમ-આઠમનાં તહેવારો દરમ્યાન હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે. આ વર્ષે પણ તહેવારો દરમ્યાન પ્રવાસીઓનાં ઘસારાને પહોંચી વળવા હોટલ માલિકોએ આગોતરૂં આયોજન શરૂ કરી દીધું છે.
દીવમાં સ્વીમીંગપુલ ધરાવતી થ્રી સ્ટાર પ્રકારની ત્રણ હોટલો આવેલી છે. નાની-મોટી અંદાજે ૪૦ હોટલોમાં સાતમ, આઠમ અને નોમ એમ ત્રણ દિવસ માટે પ્રવાસીઓનો વધુ પ્રમાણમાં ઘસારો રહેશે. આ સમયગાળામાં પરિવાર સાથે આવતાં પયર્ટકોની સંખ્યા ખાસ જોવા મળતી નથી. પરંતુ પ્યાસીઓની ભીડ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હોટલ માલિકો દ્વારા પણ વિવિધ પ્રકારનાં કેફી પીણાનો અને જુદા-જુદા પ્રકારનાં બાઈટિંગનો પણ પુરતો સ્ટોક રાખવામાં આવે છે. વેફર્સ માટે બટાટાની ગુણીઓની ખરીદી કરી લેવામાં આવે છે.
તહેવારોનાં સમયગાળામાં હોટલોનાં ભાડા પણ મનફાવે તેમ વસુલવામાં આવતા હોવાની બહારથી આવતાં પયર્ટકોમાંથી બુમ ઉઠતી