DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Gujarat >> Gandhinagar District >> kalol >> યુવાનની હત્યા કરી લાશને કાર સાથે બોડકદેવ મૂકી દેવાઈ
યુવાનની હત્યા કરી લાશને કાર સાથે બોડકદેવ મૂકી દેવાઈ
Matrix News | Jul 06, 2012, 04:04AM IST
ગુરુવારે સવારે પટેલ ટ્રાવેલ્સના સંચાલક મેઘજીભાઈ ખેતાણી તેમના સ્કૂટર પર સરદાર પટેલ ઇિન્સ્ટટÛુટ ખાતે નીકળ્યા ત્યારે આકાશ ટાવરના કોર્નર પાસે શંકાસ્પદ હાલતમાં પડેલી ઈકો કારમાં જોતાં તેમાં એક યુવક લોહીલુહાણ હાલતમાં પડ્યો હોવાનું જણાતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે સિળયાની મદદથી કારનો દરવાજો ખોલતાં કારની પાછળની સીટ પર એક વ્યકિતની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. લાશને સગેવગે કરવા આકાશ ટાવર પાસે મૂકાઈ હોવાની પોલીસને શંકા થઇ હતી. કારમાંથી લોહીથી લથબથ શર્ટ, ઓશિકું, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને એક મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલના આધારે તપાસ કરતા તે વસ્ત્રાલનો સહદેવ હોવાનું જણાયું હતું.તેણે મૃતકની લાશને જોઇને ખરાઇ કરી હતી કે આ લાશ તેના ભાઇ જગદેવ પ્રસાદ ઉફેઁ જગદીશ શીતલ પ્રસાદ મૌર્ય છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે બુધવારે રાતે ૧૦ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને પરત ફર્યો નહતો.તે દરમિયાન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જગદેવના મિત્રો પણ ત્યાં આવી ગયા હતા. તે પૈકી શાબીર શેખ નામના જગદેવના મિત્રએ પોલીસને જણાવ્યું હતું કે બુધવારે બપોર તે, જગદેવ,મોદી, દરબાર,સાથે નડિયાદ પાસે જમીન જોવા ગયા હતા.
નડિયાદ જતા રસ્તામાં એક શખ્સે જગદેવને ધમકી આપી હતી
વસ્ત્રાપુર પોલીસને શાબીર શેખ નામના શખ્સે એવી માહિતી આપી છે કે તેઓ બુધવારે નડિયાદ પાસે એક જમીન જોવા ગયા હતા ત્યારે રસ્તામાં દરબાર નામના શખ્સે જગદેવને ધમકી આપી રૂપિયાની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે અમને બધાને તેઓ જુના મિત્રો હોવાથી મજાક કરતા હશે તેમ લાગ્યું હતું.






