પહાડિયામાં કરિયાણા તથા કાપડની દુકાન પર લુંટારૂં ટોળકી ત્રાટકી R ૨.૨૨ લાખની મત્તાની લૂંટ કરનાર પાંચ લૂંટારૂંઓને વીરપુર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી હતી. ત્યારબાદ બાલાસિનોરની કોર્ટમાં આ આરોપીઓને રજુ કરાતાં ન્યાયાધશિ દ્વારા તા.૨૮મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળેલ છે.
વીરપુર તાલુકાના પહાડિયામાં અનાજ કરિયાણા તથા કાપડના વેપારી જગદીશભાઈ ભગાજીભાઈ પ્રજાપતિ તા.૨૪મી જાન્યુઆરીના રોજ રાત્રિના પોતાના ઘરે પરિવાર સાથે સુતા હતા. દરમિયાન રાત્રિના ૧૨ વાગ્યાની આસપાસ ૨૫ થી ૩૦ વર્ષના ૧૦ થી ૧૨ જેટલા સશસ્ત્ર લૂંટારૂંઓ ત્રાટકી તેઓને તથા તેમની પત્નીને મારમારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આ લૂંટારાઓએ ઘરમાં મૂકેલ તજિોરી તોડી R ૧.૧૪ લાખના સોના-ચાંદીના દાગીના તથા R ૯૭૪૦૦ રોકડા મળી કુલ R ૨,૨૨,૪૭૦ની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ખેડા તથા પંચમહાલ જિલ્લામાં લૂંટારૂં ગેંગ દ્વારા આતંક મચાવી, સાથે-સાથે પરિવારજનોને મારમારી લૂંટ કરતા હોવાના બનાવો વધવા પામ્યા હતા. જે સંદર્ભે પંચમહાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પંચમહાલ એલ.સી.બી પોલીસે સરતાન ડામોર, દિનેશ કલસીંગ સંગાડા, સુભાષ કલસીંગ સંગાડા, ચતુર ઉફેઁ કાગળો રસુલ ડામોર, ઈમરાન ઈશાક શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની અટકાયત કરી પૂછપરછ કરતાં તેઓએ વીરપુર તાલુકાના પહાડિયા, હાલોલ પાસેના પેટ્રોલપંપ પાસે તથા કડાણા ગામે લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેઓની પાસેથી બે દેશી તમંચા, ૭ જીવતા કારતૂસ, છ મોબાઈલ ફોન તથા પાંચ લાખની ટ્રવેરા ગાડી કબ્જે લીધી હતી. દરમિયાન વીરપુર પોસઈ ડી.આર.વાળંદને થતાં તેઓએ લૂંટારૂંઓને ટ્રાન્સફર વોરંટના આધારે બુધવારે વીરપુર લઈ આવી વધુ તપાસ આદરી છે.