નાની દમણના દુનેઠા ખાતે આવેલી એક કંપનીમાં કોઈ અજાણ્યા ઈસમોએ કંપનીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી અંદાજે ૧.૫૦ લાખના તાંબા પિતળની ડાઈ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ દમણ પોલીસ મથકે નોંધાવા પામ્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાની દમણના દુનેઠાની નવકાર ઈન્ડસ્ટ્રીઝમાં ગત ૧ ઓગષ્ટના રોજ સાંજે ૪.૩૦થી ૨જી ઓગષ્ટની સવારે ૮ કલાકના સમયગાળા દરમિયાન કોઈ ચોર ઈસમોએ કંપનીની પાછળના ભાગે આવેલી ગ્રીલને તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
કંપનીની અંદર મુકવામાં આવેલી તાંબાપિતળની ડાઈ જેનો મશીનમાં ફીટ કરી ઉપયોગ કરાય છે. આ ડાઈની અંદાજીત કિમત રૂ.૧.૫૦ લાખ છે, જેની ચોરી કરી ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બંનાવ સંદર્ભે કંપનીના પાર્ટનર રાજેશ નાગદૂરાએ નાની દમણ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.