તસવીરો: 30 દિવસમાં નેતા વિપક્ષની અર્શથી ફર્શ સુધીની સફર...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ગુરૂવારે જાહેર થયાં. આ સાથે જ અનેક નેતાઓનાં રાજકીય ભવિષ્યનો ફેંસલો આવી ગયો, જેમાં અનેક ઉલટફેર સર્જાયા. ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણી, આર.સી. ફળદુ અને જયનારાયણ વ્યાસનો પરાજય થયો. તો સામે પક્ષે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને જનતાએ બહારનો રસ્તો દેખાડી દીધો છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાની હાર પછી ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેની નૈતિક જવાબદારી સ્વીકારી અને હાઈકમાન્ડને રાજીનામું મોકલી આપ્યું. એવી જ રીતે ડાયનેમિક ગણાતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો પણ પરાજય થયો છે. રાજકીય જીવનમાં જીત અને હાર ચાલતા રહે છે. શક્તિસિંહે ત્રીસ જ દિવસમાં અર્શથી ફર્શ સુધીની સફર ખેડી હતી.
ટોચના સમય પર શક્તિસિંહના દબદબા અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો






