રાહુલનાં પ્રહારોઃ ગુજરાતનાં CMને લોકોનો નહીં, પોતાનો અવાજ સાંભળવો જ ગમે છે

- રાહુલે જામનગર, અમરેલી અને સાણંદમાં જાહેરસભાઓ સંબોધી
- અત્યાચાર આચરતી રાજ્ય સરકારને ફેંકી દેવા કોંગ્રેસને મત આપવાની હાકલ
- નેનોને કરોડોના લાભ માટે લોકોનાં ખિસ્સામાંથી ૬૦ હજાર ખંખેરી લેવાય છે
ચુંટણીના પ્રથમ તબક્કાના ધુંઆધઆર પ્રચારના અંતિમ દિવસે આજે જામનગર અને અમરેલી ખાતે જાહેરસભા સંબોધીને રાહુલ ગાંધીએ પોતાના માતાની જેમ જ નરેન્દ્ર મોદીનું નામ પણ લીધા વગર તેમના પર સીધું નિશાન તાકીને કહ્યું કે જ્યાં આમ આદમીના અવાજનું મૂલ્ય હોય,તેમનો અવાજ સાંભળવમાં આવતો હોય તે ખરું લોકતંત્ર છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તો પોતાના સપના પૂર્ણ કરવા માટે ફક્ત પોતાનો જ અવાજ સાંભળે છે તેમને ગુજરાતના સામાન્ય માણસોનો અવાજ સંભળાતો નથી.
અમરેલીમાં તેમણે એફડીઆઇના મુદ્દે ભાજપ દંભી અને બેવડું વલણ અપનાવે છે તેવો ખુલ્લો આક્ષેપ કર્યો હતો. રાષ્ટ્રીય નેતા હોવા છતાં રાહુલે જામનગરમાં પાણી વિતરણ અને અમરેલીમાં મંત્રી દિલીપ સંઘાણી તથા પાકવીમો જેવા તદ્દન સ્થાનિક મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં મેદની મોજમાં આવી ગઇ હતી.૨૦ મિનિટના ટૂંકા છતાં મુદ્દાસર અને જરા પણ સ્તર ચૂક્યા વગરના ભાષણમાં તેમણે કોંગ્રેસી શાસનની ઉપલબ્ધિઓ ગણાવી હતી ઉપરાંત ગાંધીજીની વિચારધારાને આજે પણ પ્રસ્તુત અને અનુસરણીય ગણાવી હતી.
રાહુલ ગાંધીના લોકો સાથે સીધા સવાલ-જવાબ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો
રાહુલે પણ નરેન્દ્ર મોદીની જેમ લોકોને સવાલો પૂછ્યા હતા. અને જવાબો મેળવી લોકો સાથે સીધો સંવાદ અને અનુસંધાન સાધવાની કોશિશ કરી હતી.





