Advertisement
Home >> Gujarat Election 2012 >> News >> Patidar Is A Key Factor For West Ahmedabad

પિશ્ચમની ૫માંથી ૪ બેઠકો પર પાટીદારોનો દબદબો

Bhaskar news, Ahmedabad | Dec 16, 2012, 12:35PM IST
 
 


અમદાવાદ પશ્ચિમ વિસ્તારની વિધાનસભાની પાંચ બેઠકો ભારે રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યા છે. મતદાનને આડે હવે માત્ર બે દિવસ બાકી હોવાથી તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દિવસે વિસ્તારોમાં રાઉન્ડ અને રાત્રે ગ્રૂપ મિટિંગ યોજી વ્યૂહરચના ઘડતા ઉમેદવારો જોવા મળી રહ્યા છે.


બીજી તબક્કાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઘાટલોડિયા, વેજલપુર, એલિસબ્રિજ, નારણપુરા અને સાબરમતી મત વિસ્તારોમાં ભારે રાજકીય ગરમી જોવા મળી રહી છે, જેમાં મોદી મંત્રીમંડળના મુખ્ય સભ્ય આનંદીબહેન પટેલ ઘાટલોડિયામાંથી તથા માજી ગૃહરાજ્ય મંત્રી અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના મુખ્ય આરોપી અમિત શાહ નારણપુરામાંથી ચૂંટણી લડી રહ્યા છે.


પ્રથમવાર, ચૂંટણીમાં પાટીદાર સમાજના કારણે ગરમી આવી ગઈ હોવાથી પાંચ બેઠકોમાંથી ચાર બેઠકોમાં પાટીદાર સમાજના મતો નિણાર્યક સાબિત થનારા છે. પાટીદાર સમાજ અમદાવાદમાં નવાજૂની ના કરે તે માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના પટેલ નેતાઓને કામે લગાડી દીધા છે. આનંદીબહેન પોતે પટેલ હોવાથી લીડ ભૂમિકા ભજવી રાા છે.


પશ્ચિમ વિસ્તારમાં આમ તો ભાજપના કોર્પોરેટરોની બહુમતી છે, છતાં ભાજપને ડર છે કે પ્રથમ તબક્કામાં જે રીતે મતદાન થયું છે તે જોતા ગણતરી ઊધી ન પડી જાય તે માટે શહેર ભાજપના તમામ હોદ્દેદારો તથા ભાજપના આગેવાનો આ વિસ્તારમાં ઓ જમાવીને બેઠા છે. સામે પક્ષે કોંગ્રેસમાં નરહરિ અમીનનો ભાજપ પ્રવેશ ચિંતાનું મુખ્ય કારણ છે. મોટાભાગના કાર્યકરો ભાજપમાં જતા રહેવાથી નવેસરથી ટીમ કોંગી ઉમેદવારોને બનાવવી પડી છે. તેમ છતાં કોંગી ઉમેદવારોના જુસ્સામાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. કોંગી અગ્રણીઓએ આ વિસ્તારમાં સમય આપી થોડીઘણી ગોઠવણ કરી હોવાનું જાણવા મળે છે.


ત્રીજા પરિબળ તરીકે પરિવર્તન પાર્ટીના ઉમેદવારોએ પોતાની હાજરી બતાવવા ખાસ્સું એવું જોર મારી રાા છે અને કેટલીક જગ્યાએ તો તેમનો દેખાવ નોંધપાત્ર હોય તેમ જણાય છે. 


વધુ જાણવા તસવીરો બદલો...

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment