કોંગ્રેસને હરાવવા મોદીએ પ્રથમ વખત વાપર્યું આ ગુપ્ત હથિયાર
divyabhaskar.com
| Dec 20, 2012, 15:38PM IST

53 સ્થળો પર એકસાથે થયા 'પ્રગટ', આવી રીતે કામ કરે છે થ્રીડી હોલોગ્રાફિક ટેક્નોલોજી
53 સ્થળો પર એકસાથે થયા 'પ્રગટ'
આવી રીતે કામ કરે છે થ્રીડી હોલોગ્રાફિક ટેક્નોલોજી
ભારતના રાજકારણના ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં થ્રી ડી હોલોગ્રાફિક પ્રોજેકશન ટેકનોલોજીનો નરેન્દ્ર મોદી ઉપયોગ કર્યો હતો. મોદીએ આ ટેક્નોલોજી દ્વારા પહેલા ચાર પછી સોળ પછી છવ્વીસ અને એક સમયે 53 સ્થળો પર એકસાથે સભા સંબોધી હતી. એક માહિતી પ્રમાણે, આઇલાઇનર નામની આ સીસ્ટમ માટે કથિત રીતે રૂ. પ.પ કરોડનો ખર્ચ થયો.
નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચારમાં એક સાથે અનેક સ્થળોએ સભા સંબોધી શકે, તેવો 'સેટ’ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ સેટ મોદીના સત્તાવાર નિવાસસ્થાને ગોઠવવામાં આવ્યો હતો.
કેવી રીતે ટેક્નોલોજી કામ કરે છે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો...






