જિલ્લાવાર પરિણામ જાણવા અહીં ક્લિક કરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ મતક્રાંતિ સર્જાઈ હતી. રાજ્યમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ ગ્રામ્યની મળીને 87 બેઠક તેમજ બીજા તબક્કામાં અમદાવાદ શહેર, મધ્ય ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને કચ્છ મળીને કુલ 95 બેઠક ઉપર લોકોએ સ્વયંભૂ બહાર આવીને કુલ ૭1.72 ટકા મતદાન કર્યું હતું. રાજ્યનાં ઈતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી વધુ મતદાન હતું. અગાઉ ૧૯૬૭માં સૌથી વધુ ૬૩.૭૦ ટકા મતદાન થયું હતું.
20મી ડીસેમ્બરે મતપેટીઓ ખુલી અને ગુજરાતની જનતાએ આપેલો ચુકાદો જાહેર થયો. ભાજપને 115 બેઠક, કોંગ્રેસને 61 બેઠક, જીપીપીને 2, એનસીપીને 2, જેડીયુ ને 1 અને સાવલી બેઠક પર અપક્ષને એક બેઠક મળી હતી.
ભાજપની જીતમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મળેલી જીત નિર્ણાયક રહી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો બહુમતી સાથે ત્રીજી ટર્મમાં ભવ્ય વિજય થયો છે પરંતુ ભાજપનો ગઢ ગણાતા ઉત્તર ગુજરાતમાં ભાજપને ભારે નુકશાન થયું છે.
કોંગ્રેસને ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મળી છે. ઉત્તર ગુજરાતની કુલ 27 બેઠકો પૈકી 14 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે ભાજપને 13 બેઠક જ મળી હતી. ભાજપના ત્રણ મંત્રીઓ જયનારાયણ વ્યાસ (સિદ્ધપુર), ફકિરભાઈ વાઘેલા (વડગામ) અને પ્રફુલ પટેલ (હિંમતનગર)એ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
પરિણાણ જાણવા નીચે આપેલા જે તે જિલ્લાઓના નામ પર ક્લિક કરો...
અમદાવાદ
જુનાગઢ
સુરત
જામનગર
રાજકોટ
અમરેલી
વડોદરા
પોરબંદર
કચ્છ
સુરેન્દ્રનગર
ભાવનગર
પંચમહાલ
ગાંધીનગર
દાહોદ
આણંદ
નવસારી
ખેડા
વલસાડ
મહેસાણા
ભરૂચ
પાટણ
ડાંગ
સાબરકાંઠા
તાપી
બનાસકાંઠા
નર્મદા






