ગુજરાત: હિન્દુત્વની લેબોરેટરીને વિકાસની પ્રયોગશાળા બનાવવા પ્રયત્ન

કોંગ્રેસ-ભાજપના ગણિત અને સમીકરણો, જીપીપીનો પ્રભાવ ટાળવા વળતો દાવ
ગુજરાતમાં ગોધરાકાંડ પછી મતદારોનું વિભાજન થયું હતું. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવા માટે મેદાને ઉતર્યા છે. તેઓ વિકાસના નામ પર કોંગ્રેસ અને જીપીપીને ટક્કર આપી રહ્યાં છે.
અગાઉની બે ચૂંટણીઓ દરમિયાન ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી સમાન હતું, તેની સરખામણીમાં આ ચૂંટણીઓ મુખ્યત્વે મોદી કેન્દ્રીત જ છે. તેમણે પોતાની 'લાર્જર ધેન લાઈફ' પર્સોના ઊભી કરી છે. વર્ષ 2002થી ગુજરાતની ચૂંટણીઓમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલ રહ્યા છે. વર્ષ 2002ના કોમી હુલ્લડોમાં લગભગ એક હજાર કરતા વધુ લોકોનાં મોત થયા. જેનાં કારણે મોદીની નાલેશી થઈ પરંતુ તેમના વ્યક્તિત્વ અંગે ચર્ચા ઊભી થઈ. આ અંગે સમાચાર સંસ્થા પીટીઆઈ દ્વારા એક વિસ્તૃત વિશ્લેષણ આપવામાં આવ્યું છે, જે અહીં પ્રસ્તુત છે.
વધુ અહેવાલ વાંચવા માટે તસવીરો બદલો...






